બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / pm modi safa changed year after year on independence day see

Independence Day / PM મોદીએ જાળવી સાફાની પરંપરા: જુઓ આ વર્ષના સાફામાં શું છે ખાસ, દર વર્ષે અલગ લુકમાં દેખાય છે PM

Malay

Last Updated: 08:14 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો લહેરાવ્યો, આ દરમિયાન PM મોદી પચરંગી સાફામાં જોવા મળ્યા.

  • આજે દેશમાં 77મા સ્વતંત્રતા દિવસની થઈ રહી છે ઉજવણી
  • 2014થી અલગ અલગ સાફામાં ધ્વજવંદન કરે છે PM મોદી
  • આ વર્ષે PM મોદી પચરંગી સાફામાં જોવા મળ્યા

સ્વતંત્રતા દિવસ 2023: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કર્યું, ત્યારથી દર વર્ષે તેઓ સાફો પહેરીને જ ધ્વજવંદન કરે છે. દર વર્ષે નવા સાફા સાથે PM મોદી દેખાય છે અને આ પરંપરા PM મોદીએ આજે પણ જાળવી રાખી છે. PM મોદી સૌથી પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રવાના થયા તે પહેલા જ તેમના સાફાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. આ વર્ષે PM મોદી પચરંગી સાફામાં જોવા મળ્યા.

Image

2022: સફેદ સાફા પર તિરંગાની પ્રિન્ટ
આ પહેલા એટલે કે ગયા વર્ષે (2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર સફેદ રંગનો સાફો પહેર્યો હતો, જેમાં નાના નાના તિરંગા બેનેલા હતા.  

2021: કોલ્હાપુરી સ્ટાઇલ
પીએમ મોદીએ વર્ષ 2021માં સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી સંબોધન માટે કોલ્હાપુરી પેટા સ્ટાઈલનો સાફો બાંધ્યો હતો, જેનો એક ભાગ હવામાં લહેરાઈ રહ્યો હતો. 

2020: ક્રિમ કલરની સ્ટ્રિપવાળો સાફો
જ્યારે દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો, તે સમયે પીએમ મોદીએ 15મી ઓગસ્ટ 2020ના રોજ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરતી વખતે ક્રિમ કલરની સ્ટ્રિપવાળો ભગવા કલરનો સાફો પહેર્યો હતો. 

2019: લહેરિયા પ્રિન્ટનો સાફો
15 ઓગસ્ટ 2019ના રોજ પીએમ મોદીએ પહેરેલ સાફો ખૂબ જ સુંદર હતો. આ સાફાને ટાઈ એન્ડ ડાઈ અને લહેરિયા પ્રિન્ટથી તૈયાર કરવામાં આવ્યો હતો. પહેલીવાર પીએમ મોદી સાફામાં અનેક રંગો સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદી પર લાલ, પીળો, વાદળી, જાંબલી, લીલો વગેરે રંગોથી સજાવેલો આ સાફો ખૂબ જ સુંદર લાગતો હતો.

2018: કેસરિયો સાફા
વર્ષ 2018માં પીએમ મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન કેસરિયા કલરનો સાફો પહેર્યો હતો. સાફાની નીચેનો ભાગ લાલ રંગનો હતો, જેના પર સફેદ બાંધણીની પ્રિન્ટ પણ હતી.

2017: સૌથી લાંબો સાફો
વર્ષ 2017માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ જે સાફો પહેર્યો હતો, તે દર વર્ષ કરતા ઘણો લાંબો હતો. તેની લંબાઈ એટલી હતી કે તેનો  પાછળનો ભાગ પીએમ મોદીના ઘૂંટણ સુધી પહોંચી રહ્યો હતો. પીએમ મોદીના આ લાંબે સાફામાં કેસરી અને લાલ રંગ હતા. તેના પર સફેદ રંગની ચેકર્ડ ડિઝાઈ બનાવવામાં આવી હતી.  

2016: ગજશાહી સાફો
વર્ષ 2016માં 15 ઓગસ્ટના રોજ સંબોધન સમયે પીએમ મોદીએ રાજસ્થાનની પ્રખ્યાત લહરિયા ડાઇંગ પ્રિન્ટ ટેકનિકથી તૈયાર કરવામાં આવેલો સાફો પહેર્યો હતો. ટાઈ એન્ડ ડાઈથી બનેલા આ ગુલાબી, પીળા અને લાલ રંગના સાફાની વચ્ચોવચ સફેદ રંગની હિંટ પણ હતી. આ સાફાને ગજશાહી સાફો પણ કહેવામાં આવે છે.

2015: ચેકર્ડ મસ્ટર્ડ યલો સાફા
વર્ષ 2015માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ ચેકર્ડ મસ્ટર્ડ યલો કલરનો સાફો પહેર્યો હતો. આ સાફામાં પીળા, લાલ અને ગુલાબી રંગના પટ્ટાઓ હતા.

2014: જોધપુરી બાંધેજ સાફા
વર્ષ 2014માં લાલ કિલ્લા પરથી તેમના પ્રથમ સ્વતંત્રતા દિવસના સંબોધન સમયે પીએમ મોદીએ જોધપુરી બાંધેજ સાફો બાંધ્યો હતો. આ સાફાની ઉપરનો ભાગ લાગ અને નીચેનો ભાગ લીલો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ