બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 AM, 11 May 2026
જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે આખરે સાચી પડી છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી દુશ્મનાવટની હવે ભારત પર ઊંડી અસર થવા લાગી છે. આ કટોકટીની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વડાપ્રધાન મોદી જાતે સામે આવીને વિદેશી મૂદ્રાથી બચાવવા માટે જનતાને અપીલ કરી છે.
ADVERTISEMENT
તેમણે એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળવા અને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવા માટે પણ અપીલ કરી, જેથી આ કટોકટીના સમયગાળાને કોઈક રીતે ટાળી શકાય. આ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે આસમાને પહોંચવા જઈ રહ્યા છે? છેવટે, પીએમ મોદીના નિવેદનનું સાચું મહત્વ શું છે? આ કટોકટીનો સામનો કરવા માટે તેઓ હવે કયા મોટા પગલાં લેવાની યોજના બનાવી રહ્યા છે?
#WATCH | Secunderabad, Telangana | On the impact of West Asia conflict, Prime Minister Narendra Modi says, "... But friends, when the supply chain continues to be in crisis, no matter what measures we take, the difficulties only increase. Therefore, now we must fight unitedly,… pic.twitter.com/56w72yyYrE
— ANI (@ANI) May 10, 2026
ADVERTISEMENT
'પબ્લિક ટ્રાંસપોર્ટનો વધુ કરો ઉપયોગ
પીએમ મોદીએ જનતાને અપીલ કરી કે શક્ય હોય ત્યાં મેટ્રો સેવાઓ, બસો અને જાહેર પરિવહનના અન્ય માધ્યમોનો ઉપયોગ કરે. સાથે જ તેમણે તેમને કારપૂલિંગનો વિકલ્પ પસંદ કરવા અને માલના પરિવહન માટે રેલ્વેને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. તેમણે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું. આમ કરવાથી વિદેશથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી સાથે સંકળાયેલ દબાણ ઓછું થશે.
ADVERTISEMENT
આગળ પીએમ મોદીએ કહ્યું હતું કે, કોવિડ-19 પેન્ડેમિક દરમિયાન આપણેઘરેથી કામ, ઓનલાઈન મીટિંગ્સ અને વિડીયો કોન્ફરન્સ જેવી સિસ્ટમો અપનાવી હતી. ધીમે ધીમે આપણે તેમા ટેવાઈ ગયા હતા. આજે સમયની જરૂરિયાત એ છે કે તે સિસ્ટમોને ફરીથી પ્રાથમિકતા આપવામાં આવે. લોકોને ખાસ અપીલ કરી કે વિદેશી પ્રવાસ અને ડેસ્ટિનેશન વેડિંગથી બચો. આમ કરવાથી વિદેશી મુદ્રા મોટી સંખ્યામાં બહાર જતી રહે છે. જેનાથી દેશને ફોરેન રિઝર્વ પર દબાણ વધારે છે.
એક વર્ષ સુધી સોનું ના ખરીદવાની સલાહ
ADVERTISEMENT
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ લોકોને સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કરી છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, "હું લોકોને એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ન ખરીદવા અપીલ કરું છું."
Speaking at a rally in Hyderabad. The people of Telangana are seeking change after being let down by both BRS and Congress. Only the BJP’s double-engine government can fulfil people’s aspirations and ensure development.@BJP4Telangana
— Narendra Modi (@narendramodi) May 10, 2026
https://t.co/kEs7DwVNkr
ADVERTISEMENT
વડાપ્રધાને લોકોને રસોઈ તેલનો ઉપયોગ ઘટાડવાની પણ અપીલ કરી. આનું કારણ સમજાવતા તેમણે જણાવ્યું કે, ભારત અન્ય દેશોમાંથી મોટા પ્રમાણમાં રસોઈ તેલની આયાત કરે છે. પરિણામે, દેશની અર્થવ્યવસ્થા અને જાહેર આરોગ્ય બંને પર પ્રતિકૂળ અસર પડે છે. તેના બદલે, તેમણે લોકોને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા વિનંતી કરી.
તેમણે ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવાનું પણ આહ્વાન કર્યું, એમ કહીને કે વૈશ્વિક કટોકટીના સમયમાં ભારતમાં નાણાં ખર્ચવાથી સ્થાનિક હોટલો, ડ્રાઇવરો, દુકાનદારો અને ગ્રામીણ અર્થતંત્રને ફાયદો થાય છે.
ADVERTISEMENT
કેમ કરી વડાપ્રધાને આ ખાસ અપીલ?
કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનમાં સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો પુરવઠો ભારે ઘટ્યો છે, જેના કારણે તેમના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. પરિણામે, ભારત સરકારને સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે નોંધપાત્ર ખર્ચ કરવો પડી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જો લોકો વડા પ્રધાનની અપીલ પર ધ્યાન આપે અને ઇંધણનો વપરાશ 10 ટકા ઘટાડે, તો દેશ દરરોજ આશરે 160 કરોડ રુપિયા બચાવી શકે છે. જો ખાદ્ય તેલ, વિદેશ યાત્રા અને સોનાની ખરીદીનો પણ સમાવેશ કરવામાં આવે તો દૈનિક બચત 500 રુપિયા કરોડ થઈ શકે છે.
આ પણ વાંચોઃ "એક વર્ષ સુધી ન ખરીદો સોનું", PM મોદી બોલ્યા- પેટ્રોલ ડીઝલ પર પણ આપી સલાહ
કેમ વધવાનો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
જો કોઈ વડાપ્રધાન મોદીના નિવેદનનું યોગ્ય અર્થઘટન કરે તો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો થવાની કોઈ શક્યતા દેખાતી નથી. સરકાર ઇચ્છે છે કે લોકો સ્વેચ્છાએ આગળ વધે અને એવા પગલાં લે જેનાથી દેશના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ ન આવે. જો સરકારને જનતાનો સહયોગ મળે, તો લોકો ભાવવધારાનો સામનો કરવાથી બચી શકે તેવી શક્યતા છે. જોકે, જો આવું ન થાય, તો સરકારને આખરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો કડક નિર્ણય લેવાની ફરજ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.