બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 PM, 10 May 2026
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના સિકંદરાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જ્યાં તેમને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર અંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમને અહીંયા યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે યુદ્ધની ભારત પર ગંભીર અસર પડી રહી છે. જ્યાં પ્રધાનમંત્રીએ લોકોને એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ન ખરીદવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
#WATCH | Secunderabad, Telangana | On the impact of West Asia conflict, Prime Minister Narendra Modi says, "... But friends, when the supply chain continues to be in crisis, no matter what measures we take, the difficulties only increase. Therefore, now we must fight unitedly,… pic.twitter.com/56w72yyYrE
— ANI (@ANI) May 10, 2026
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ લોકોને સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કરી છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, "હું લોકોને એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ન ખરીદવા અપીલ કરું છું."
ADVERTISEMENT
Speaking at a rally in Hyderabad. The people of Telangana are seeking change after being let down by both BRS and Congress. Only the BJP’s double-engine government can fulfil people’s aspirations and ensure development.@BJP4Telangana
— Narendra Modi (@narendramodi) May 10, 2026
https://t.co/kEs7DwVNkr
આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "કોવિડ-19 પેન્ડેમિક દરમિયાન આપણેઘરેથી કામ, ઓનલાઈન મીટિંગ્સ અને વિડીયો કોન્ફરન્સ જેવી સિસ્ટમો અપનાવી હતી. ધીમે ધીમે આપણેમે તેમના ટેવાઈ ગયા હતા. આજે સમયની જરૂરિયાત એ છે કે તે સિસ્ટમોને ફરીથી પ્રાથમિકતા આપવામાં આવે."
ADVERTISEMENT

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર ભારત તેમજ વિશ્વ પર પડી રહી છે. તેમને કહ્યું કે ભારત પાસે ઓઈલનો મોટો ભંડાર નથી અને યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમને કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓમાં, ફોરેન એક્સચેન્જ બચાવવા પર ખાસ ભાર મૂકવાની જરૂર છે અને આથી ફ્યુઅલ ઇંધણ બચાવવાની જવાબદારી દરેકની છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નાગરિકો પર બોજ ન પડે તે માટે સરકાર સંપૂર્ણ બોજ ઉઠાવી રહી છે. આપણે આ કટોકટીનો સામનો એક સાથે કરવો જોઈએ.
ADVERTISEMENT
પીએમ મોદીએ યુક્રેન મુદ્દે સમજાવ્યું કે છેલ્લા પાંચથી છ વર્ષથ અમારી સરકાર આ કટોકટીનો સામનો કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. ખાતરની એક થેલી વૈશ્વિક સ્તરે આશરે 3000 રૂપિયા માં વેચાઈ રહી છે. જ્યારે તે ભારતમાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદમાં કોંગ્રેસ અને ટીએમસી પર નિશાન સાધતા કહ્યું હતું કે, "કોંગ્રેસે આ દેશમાં ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું છે, બંધારણીય સંસ્થાઓનું ગળું દબાવ્યું. જ્યારે ટીએમસીની રચના થઈ ત્યારે તેને કોંગ્રેસ પાસેથી આ બધી ખરાબીઓ શીખી અને લેફ્ટની ખરાબ આદતો પણ અપનાવી હતી"
ADVERTISEMENT
બંગાળની ચૂંટણીઓ અંગે પીએમ મોદીએ કહ્યું કે, "બંગાળના લોકોએ રાજકારણના આવા ભયાનક અને સરમુખત્યારશાહી મોડેલને હરાવ્યું છે, જેના લીધી દેશભરમાં ઉજવણી થઈ રહી છે. તેમને કહ્યું કે, "આસામથી ઓડિશા અને બંગાળથી પુડુચેરી સુધી માત્ર ચૂંટણીનું એક્પેન્શન નથી પરંતુ ભારતની રાજકીય માનસિકતામાં પરિવર્તનનો સંકેત છે. જ્યાં જનતા હવે વંશવાદ નહીં વિશ્વાસવાદ પસંદ કરી રહી છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.