શું મહારાષ્ટ્રમાં કંઈ નવાજૂની થવાની છે? શું એકસમયે સાથે રહેનારા શિવસેના અને ભાજપ ફરી પાછાં એક થવાની તૈયારી કરી રહ્યા છે.
શું શિવસેના-ભાજપ મિલાવશે હાથ?
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
CM ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી હડકંપ
સંજય રાઉતે પણ PM મોદીના વખાણ કર્યાં
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું નિવેદન આપ્યું છે. જેને લીધે મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ અને શિવસેના સાથે આવવાની વાત કેટલી હદે સત્ય છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
મહારાષ્ટ્રમાં એક સમયે સાથે રહેનારા ભાજપ અને શિવસેના વચ્ચે હાલ 36નો આંકડો છે. પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું નિવેદન આપ્યું કે જેથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલ રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવેને ભાવિ સાથી કહ્યા.
CM ઠાકરેના આ નિવેદન અગં ભૂતપુર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જોકે ભાજપની ભૂમિકા બિલકુલ સ્પષ્ટ છે. અમે સત્તા તરફ જોઈ રહ્યા નથી. અમે એક સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ.
સંજય રાઉતે પણ આપ્યું નિવેદન
શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ સાથે શિવસેનાનો સંગમ થશે કે નહીં તે અંગે કહ્યું કે, જો ભાજપને જરૂર હોય તો તે શિવસેના સાથે આવે. શિવસેનાને કોઈની જરૂર નથી. તેમણે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપના લોકો ખુશ છે. થવા દો તેને ખુશ. સરકારને કોઈ ખતરો નથી...
ઉલ્લેખનીય છે કે 30 વર્ષ સુધી એકબીજાના સાથી રહ્યા બાદ શિવસેના અને ભાજપ વર્ષ 2019માં એક-બીજાથી અલગ થઈ ગયા હતા. CM ઠાકરેના આ નિવેદન બાદ શિવસેના નેતા અને નાણાંમંત્રી અબ્દુલ સત્તારે કહ્યું કે, જો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આગામી ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે તો અમે ગઠબંધન કરવા માટે તૈયાર છીએ. જો બન્ને રાજકીય પક્ષ એક સાથે આવે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સારું સંકલન થઈ શકે છે. બન્ને પક્ષ હિંદુત્વની વિચારધારા ધરાવે છે.
ચંદ્રકાંત પાટિલે પણ આપ્યા છે સંકેત
હાલમાં જ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે પણ ભાજપ અને શિવસેના સાથે આવે તેવા સંકેત આપ્યા હતાં... આવામાં સવાલ એ છે કે શું જૂના સાથીઓ વચ્ચે ખરેખર કંઈક રંધાઈ રહ્યું છે?
પરંતુ ધારો કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે આવી ગયા તો પણ મહારાષ્ટ્રનું મુખ્યમંત્રી પદ કોની પાસે રહે? કારણ કે ભાજપ અને શિવસેના મુખ્યમંત્રી પદને કારણે જ ભાજપ અને શિવસેના એકબીજાથી અલગ થયાં હતાં...આવામાં શું શિવસેના મુખ્યમંત્રી પદ છોડી શકશે? કારણ કે ભાજપ પાસે વિધાનસભામાં 105 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે...ત્યારે આવામાં શિવસેના અને ભાજપ કેટલાં નજીક આવશે તે જોવું રહ્યું.