પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. આજની વર્ચ્યૂઅલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન છે.
Share
મહત્વનું છે કે અત્યાર સુધી સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ આરુઢ હતા પરંતુ તેમના નિધન પછી આ જગ્યા ખાલી પડી હતી અને હાલમાં યોજાયેલી બેઠકમાં આ અધ્યક્ષ પદે પીએમ મોદીની વરણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મહત્વનું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને માર્ગદર્શક મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના સભ્ય છે અને આ ટ્રસ્ટ સોમનાથ મંદિર અને પ્રભાસ ધાર્મિક તીર્થ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે.
ADVERTISEMENT
સોમનાથનું મહત્વ જાણો
સોમનાથ મંદિર 12 જ્યોર્તિલિંગોમાં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ છે
સોમનાથ મંદિર વિશ્વમાં હિંદુ ધર્મનું અજોડ પ્રતિક છે
સોમનાથનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યાનો ઉલ્લેખ છે
ઋગવેદમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે
ભાલકા તીર્થથી કૃષ્ણએ દેહત્યાગ કરીને વૈકુંઠ પર્યાણ કર્યું હતું
ચંદ્રના શ્રાપનું નિવારણ કરનારા ખુદ શિવનું સ્થાપન સોમનાથમાં છે
સોમના કષ્ટને દૂર કરનારા પ્રભુ શિવ પરથી તેનું નામ સોમનાથ પડ્યું
11મી સદીમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો
ગઝનવીએ મંદિરની સંપત્તિ લૂંટી અને મંદિર નષ્ટ કર્યું હતું
રાજા ભીમ અને માળવાના રાજા ભોજે મંદિરનું પુનનિર્માણ કરાવ્યું
1297માં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાત પર કબ્જો કર્યો તો 5મી વાર મંદિર તોડ્યું