બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Politics / PM Modi met 7 gamers shared interesting talks with each other

VIDEO / PM મોદીએ 7 ગેમર્સ સાથે કરી મુલાકાત, દિલચસ્પ વાતો કરી એકબીજાને શેર

Ajit Jadeja

Last Updated: 07:43 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ એવા લોકો છે જે ઈ-સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ સારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા જાણીતા ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાંતેમણે ગેમર્સને ભારતીય ઈ-સ્પોર્ટ્સ ઉદ્યોગ, પડકારો અને અન્ય વિષયો પર ગેમર્સ સાથે ચર્ચા કરી હતી. ટૂંક સમયમાં આ ચર્ચાનો વીડિયો યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવશે. પીએમ મોદીએ 7 ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. જેમના દેશમાં લાખો ફોલોઅર્સ છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Animesh (@8bit_thug)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક ભારતીય ઓનલાઈન ગેમર્સને મળ્યા છે. આ એવા લોકો છે જે ઈ-સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ સારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમન માથુર, અનિમેષ અગ્રવાલ, મિથિલેશ પાટણકર, પાયલ ધરે, અંશુ બિષ્ટ, તીર્થ મહેતા અને ગણેશ ગંગાધર સાથે મુલાકાત કરી હતી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naman Mathur (@ig_mortal)

આ લોકોને મળીને પીએમ મોદીએ ગેમિંગ ઉદ્યોગ સામેના પડકારો, ગેમિંગ અને જુગાર વચ્ચેનો તફાવત અને અન્ય વિષયો પર ચર્ચા કરી. આ મીટિંગનો એક ટીઝર વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને આ ખેલાડીઓ વચ્ચેની ચર્ચાનો સંપૂર્ણ વીડિયો 13 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. 

અનિમેષ અગ્રવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ અનિમેષે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. તેણે લખ્યું, 'અમે પીએમ નરેન્દ્ર મોદી સાથે ઈ-સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રી વિશે ચર્ચા કરી છે. તેમનું વિઝન આ ઉદ્યોગને સંપૂર્ણપણે બદલી નાખશે. આનો વિગતવાર વિડિયો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે અનિમેષ સોશિયલ મીડિયા પર 8bit_thug નામથી હાજર છે. યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10.5 લાખ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 83.7 લાખ ફોલોઅર્સ છે. ઘણા પ્રખ્યાત યુટ્યુબર્સ પણ તેને ફોલો કરે છે.

નમન માથુર

નમન માથુરે પણ પીએમને મળ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 53 લાખ છે. યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 70 લાખ છે. અત્યાર સુધીમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર 940 પોસ્ટ કરી છે. નમન આ પ્લેટફોર્મ પર 1002 લોકોને ફોલો કરે છે.

મિથિલેશ પાટણકર

મિથિલેશ મિથપેટ નામથી સોશિયલ મીડિયા પર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 34 લાખ છે. તે આ પ્લેટફોર્મ પર 371 લોકોને ફોલો કરે છે. તેણે અત્યાર સુધીમાં 324 પોસ્ટ શેર કરી છે. યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1.46 કરોડ છે. આ સિવાય તે ઇન્ટેલ ગેમિંગ બ્રાન્ડ એમ્બેસેડર છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Gaming (@payalgamingg)

પાયલ ધારે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળનારી ખેલાડીઓમાં પાયલ એકમાત્ર મહિલા છે. આ માટે આભાર વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પ્યારે ધારેના ફોલોઅર્સની સંખ્યા 31 લાખ છે. જ્યારે યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 36.9 લાખ છે.

અંશુ બિષ્ટ

પીએમ મોદીને મળ્યા બાદ અંશુએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 17 લાખ છે. તેમણે માત્ર 299 પોસ્ટ કરી છે. જ્યારે યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 38.1 લાખ છે.

આ પણ વાંચોઃ 'માના અંતિમ સંસ્કાર માટે પણ પેરોલ નહોતા મળ્યાં', ભાવુક બન્યાં રાજનાથ, વિપક્ષ પર વાર

ગણેશ ગંગાધર,તીર્થ મહેતા

પીએમ મોદીને મળ્યા બાદ ગણેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 57.5 હજાર છે. યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 158 હજાર છે. આ યાદીમાં છેલ્લું નામ તીર્થ મહેતાનું છે. તેના પણ ઘણા ફોલોઅર્સ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ