બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi invites three people close to him to meet him at Vadodara airport

રાજનીતિ / PM મોદીએ 'પૂર્વ' થઈ ગયેલા આ 3 ખાસ લોકોને એરપોર્ટ બોલાવ્યા, બીજી તરફ અચાનક હેલિકોપ્ટરમાં બોટાદ પહોંચ્યા CR પાટીલ

Malay

Last Updated: 02:43 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપમાં બે એવી ઘટના બની છે, જેનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વાસ્તવમાં સી.આર પાટીલ અચાનક હેલિકોપ્ટરમાં બોટાદ પહોંચ્યા હતા તો સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ વડોદરા એરપોર્ટ ખાતે નજીકના ત્રણ ખાસ લોકોને મળવા માટે બોલાવ્યા હતા.

  • સી.આર.પાટીલે અચાનક લીધી બોટાદની મુલાકાત
  • સાળંગપુર રોડપર આવેલી હોટલમાં બંધબારણે યોજી બેઠક
  • PM મોદીએ વડોદરા એરપોર્ટ ખાતે નજીકના ત્રણ લોકોને મળવા બોલાવ્યાઃ સૂત્રો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાત આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપમાં બે એવી ઘટના બની છે, જેનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

PM મોદીએ વડોદરા એરપોર્ટ પર નજીકના ત્રણ લોકોને મળવા બોલાવ્યાંઃ સૂત્રો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતમાં સભા યોજાય તે પહેલા વડોદરા એરપોર્ટ ખાતે નજીકના ત્રણ લોકોને મળવા બોલાવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ગુજરાત ફાયનાન્સ બોર્ડમાં પૂર્વ મેમ્બર દિનેશ ચોક્સી, પૂર્વ મુખ્ય સરકારના વકીલ નારાયણ શાહ અને પૂર્વ ડેપ્યુટી મેયર રામમનોહર તિવારીને એરપોર્ટ પર મળવા બોલાવવામાં આવ્યા છે. વડોદરા એરપોર્ટ પર શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ અને સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત છે. અચાનક વડોદરા એરપોર્ટ ખાતે આ ત્રણેયને મળવા બોલાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. 

CR પાટીલે અચાનક બોટાદની લીધી મુલાકાત
તો બીજી બાજુ આજે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ હેલિકોપ્ટર મારફત અચાનક બોટાદ દોડી ગયા હતા. બોટાદમાં સી.આર પાટીલે પદાધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરતના ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકા, વલ્લભભાઈ ટોપી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે બોટાદના સાળંગપુર રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં બેઠક યોજી હતી. સી.આર પાટીલની બોટાદમાં અચાનક મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.  

મોરબીમાં પણ યોજી હતી ખાનગી મીટીંગ
મહત્વનું છે કે, આ અઠવાડિયે જ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અચાનક મોરબી પહોંચ્યા હતા અને ભાજપના ઉમેદવારો અને હોદ્દેદારો સાથે હોટલમાં ખાનગી મીટીંગ કરી હતી. સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા અને મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિતના સ્થાનિક આગેવાનોએ તેમનું હેલિપેડ ખાતે સ્વાગત કર્યું હતું. સી.આર.પાટીલના અચાનક જ મોરબીના પ્રવાસ અંગે ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. પાટીલે મોરબી પાસે આવેલી હોટલમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ઉમેદવારો અને સ્થાનિક ભાજપના હોદેદારો સાથે ખાનગી મીટીંગ યોજી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ