બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / PM Modi in gujarat GCTM know Characteristics

જય હો / વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગશે! જામનગરમાં કરોડોના ખર્ચે આકાર પામશે GCTM, જાણો શું છે ખાસિયત

Kavan

Last Updated: 04:36 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી WHOના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત કરવાના છે. 35 એકર જમીનમાં GCTM સેન્ટર આકાર પામવાનું છે અને જેના માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે જાણો શું છે GCTMની ખાસિયતો...

  • WHOના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં ખાતમુહુર્ત
  • 25 એકર જમીનમાં પામશે આકાર
  • 38 દેશની ટ્રેડિશનલ મેડિસિન પર કરાશે સંશોધન

આ કેન્દ્રમાં WHO સાથે સંકળાયેલ 140 ઉપરાંત દેશની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિનો સમન્વય કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો વધુ ફેલાવો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી પહેલાથી જ ઉપલબ્ધ છે ત્યારે આ પહેલથી આગામી સમયમાં ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ વિશ્વમાં ખ્યાતી મેળવશે.

GCTMની ખાસિયત શું છે?

  • વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • જામનગરથી ખંભાળીયા હાઇે પર ગોરધનપર ગામ નજીક સેન્ટર
  • 35 એકરની જગ્યામાં સાકાર થશે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • 250 બિલિયનના ખર્ચે બનશે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • ભારત ઉપરાંત 138 દેશની ટ્રેડિશનલ મેડિસિન પર રિસર્ચની કામગીરી કરાશે
  • 2024માં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનીને થશે તૈયાર
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને બનાવવામાં WHOની મોટી ભૂમિકા
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર WHO સાથે સંલગ્ન રહેશે
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર WHOની દેખરેખમાં રહેશે
  • પરંપરાગત દવાઓને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતોને નેતૃત્વ પુરૂ પાડશે
  • દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતાની ખાતરી મળશે

WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું થવાનું છે ખાતમુહૂર્ત

જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું ખાતમુહૂર્ત કરશે.  પીએમ મોદીના હસ્તે આજે ભૂમિપૂજન કરાશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ કેન્દ્ર ચલાવવામાં આવશે. 35 એકર જમીનમાં 250 મિલિયન ડોલરના ખર્ચે સેન્ટર ઉભુ કરવામાં આવશે.  આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે. પારંપરિક દવાઓના સંશોધનથી 180 દેશોને લાભ મળશે.વર્ષ 2024 સુધી સેન્ટરનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે.

WHOના મહાનિર્દેશક રહેશે ઉપસ્થિત

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનના ખાતમુહૂર્તને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે ખાસ બે ડોમ તૈયાર કરાયા છે. લગભગ 2 હજાર લોકો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે.  આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત WHOના મહાનિર્દેશક ડૉ.ટ્રેડ્રોસ  પણ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ પણ ખાસ હાજરી આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી સર્વાનં સોનોવાલ પણ હાજર રહેશે. 

વિશ્વમાં તબીબી ક્ષેત્રે ભારતની બનશે નવી ઓળખ

ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ખાસ કરીને આયુર્વેદ હશે. આની સીધી અસર દેશમાં પારંપરિક ચિકિત્સા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેમાં રોકાણમાં પણ જોવા મળશે. આ આયુર્વેદને માત્ર એક સારો તબીબી વિકલ્પ જ નહીં બનાવે, પરંતુ વૈશ્વિક તબીબી ક્ષેત્રે પણ ભારતને તેની પોતાની વિશેષ ઓળખ બનાવશે.

2020માં આ સેન્ટર બનાવવાની થઇ હતી જાહેરાત

મહત્વનું છે કે થોડા સમય અગાઉ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતના જામનગરમાં  WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો.. 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે. 

જામનગરમાં બનશે પરંપરાગત દવાઓ 

આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ અને ભારત સરકાર વચ્ચે એક કરાર કરાયો છે. સત્તાવાર નિવેદનમાં કહેવાયું કે જામનગરમાં શરુ થનાર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર તથા બીજી પહેલને કારણે ભારતને પરંપરાગત દવાઓ બનાવવામાં મોટી મદદ મળશે. 

લોકોને મળશે પરંપરાગત દવાઓ

જામનગરમાં શરુ થનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દુનિયાનું પહેલું આવું સેન્ટર હશે અને તેમાં પરંપરાગત દવાઓ બનાવાશે અને લોકોને સસ્તા દરની દવાઓ મળી રહેશે.

દુનિયાનું પહેલું ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર હશે 

ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ખાસ કરીને આયુર્વેદ હશે. આની સીધી અસર દેશમાં પારંપરિક ચિકિત્સા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેમાં રોકાણમાં પણ જોવા મળશે. આ આયુર્વેદને માત્ર એક સારો તબીબી વિકલ્પ જ નહીં બનાવે, પરંતુ વૈશ્વિક તબીબી ક્ષેત્રે પણ ભારતને તેની પોતાની વિશેષ ઓળખ બનાવશે.

રાજવી પરિવારના યોગદાનને પીએમ મોદીએ બિરદાવ્યું

સંજોગોની વાત એ છે કે જામનગરમાં GCET ની જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજીની જે ડિસ્પેન્સરી હતી તેની બાજુમાં જ WHO ને ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવી છે.અને રાજાશાહીના વખતમાં બનેલ આ આયુ્વેદિક યુનિવર્સિટી જેના કારણે WHO એ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશીન માટે  જામનગરની પસંદગી કરી છે. ત્યારે વડાપ્રધાન આ શિલાન્યાસ વિધિ પહેલા જામનગરના રાજવી જામ શત્રુશૈલ્યસિંહજીની પણ મુલાકાત લીધી હતી અને 15 મિનિટ સુધી વાર્તાલાપ કરી આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનને બિરદાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Who pm modi in gujarat ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન જામનગર નરેન્દ્ર મોદી PM Modi in gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ