બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi in Gujarat from today In three days from Saurashtra-Mehsana to South Gujarat there will be big events-mass meetings

ઇલેક્શન 2022 / PM મોદી આજથી ગુજરાતમાં: ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-મહેસાણાથી લઈ દક્ષિણ ગુજરાતમાં મોટા કાર્યક્રમ-જંગી સભાઓ ગજવશે

Malay

Last Updated: 11:34 AM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બની રહ્યા છે. 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન 3 દિવસમાં PM મોદી દ્વારા અનેક યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે.

 

  • PM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે
  • 3 દિવસમાં 14 હજાર 500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ
  • PM મોદી અનેક યોજનાઓના કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત 

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે જેમાં સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને કવર કરી લીધા હતા. આ વખતે રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમો છે.

અમદાવાથી મોઢેરા જવા રવાના થશે
આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ મોઢેરા જવા માટે રવાના થવાના છે જ્યાં મોઢેરાને પ્રથમ BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરવામાં આવશે. જે બાદ મોઢેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને સૂર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ ખુલ્લો મૂકશે અને રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે.   

આવતીકાલે જામનગરમાં કરશે રાત્રિરોકાણ
સોમવારે પ્રધાનમંત્રી મોદી આમોદ તથા અડાલજમાં બે સભાઓને ગજવશે અને સાંજે જામનગરમાં પણ સંબોધન કરી ત્યાં જ રાત્રિરોકાણ કરશે. મંગળવારે જયેશ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢ લાખથી પણ વધુ લોકો આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તે બાદ અમદાવાદ સિવિલનો એક કાર્યક્રમ પતાવી પ્રધાનમંત્રી મોદી મધ્ય પ્રદેશ જવા રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ