બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / PM modi gujarat visit update take participate in vibrant gujarat global summit inaugurate projects

વતનમાં વડાપ્રધાન / PM મોદીએ 'સમિટ ઓફ સક્સેસ' પેવેલિયનનું કર્યું ઉદ્ધાટન, વાઈબ્રન્ટ સમિટની ઉજવણીમાં થયા સહભાગી, હવે બોડેલી ખાતે સંબોધશે જંગી જનસભા

Arohi

Last Updated: 11:46 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Gujarat Visit Update: આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે.  PM મોદીએ અમદાવાદમાં સાયન્સસિટીની મુલાકાત લીધી. સાથે જ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષના ઉજવણી કાર્યક્રમમાં પણ PM મોદીએ ભાગ લીધો.

  • PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે 
  • આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
  • PM મોદીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી 

PM મોદી હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. PM મોદીએ અમદાવાદમાં સાયન્સસિટીની મુલાકાત લીધી. જ્યાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષના ઉજવણી કાર્યક્રમમાં પણ PM મોદીએ ભાગ લીધો. અહીં PM મોદીએ સંબોધન પણ આપ્યું.

વડાપ્રધાન સાથે અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ હાજરી આપી હતી. PM મોદીએ સાયન્સસિટીમાં આયોજીત 'સમિટ ઓફ સક્સેસ'નું ઉદ્ધાટન કર્યું. સાથે જ PM મોદીએ નેચર પાર્ક, રોબોટિક ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. 

20 વર્ષ પહેલા થઈ હતી વાયબ્રન્ટ સમિટની શરૂઆત
20 વર્ષ પહેલા, તા.28મી સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. 

આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળી છે. 

5,206 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
આ સાથે PM દાહોદ અને છોટાઉદેપુરમાં 5 હજાર 206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ વડોદરામાં મહિલાઓ દ્રારા આયોજન કરેલા PMના અભિવાદન સમારંભમાં પણ હાજર રહેશે. ત્યાર બાદ PM દિલ્લી જવા રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ