બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / pm modi attack on congress party in rajyasabha

પ્રહાર / PM મોદીએ વીણી વીણીને કોંગ્રેસનો ઈતિહાસ યાદ અપાવ્યો, કહ્યું- જો કોંગ્રેસ આ દેશમાં ન હોત તો...

Pravin

Last Updated: 01:40 PM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લીધી હતી.

  • રાજ્યસભામાં પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર કરી રહ્યા હતા ચર્ચા
  • કોંગ્રેસ પાર્ટી પર કર્યા આકરાં પ્રહારો
  • 75 વર્ષના લેખાજોખા રજૂ કર્યાં

પ્રધાનમંત્રી મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. 75 વર્ષમાં દેશની દિશા અને ગતિ આપવાના અનેક સ્તર પર પ્રયાસો કરવામાં આવ્યા. આ બધાના લેખાજોખામાંથી જે સારૂ છે, તેને આગળ વધારવાનું અને ખામીઓ છે તેને દૂર કરવા વિશે વિચારવું જોઈએ, જેથી આપણે આવનારા 25 વર્ષમાં 75 વર્ષની ગતિથી પણ વધારે ઝડપી દેશને ઘણુ બધું આપી શકીએ. તેમણે કોંગ્રેસ પર ટાર્ગેટ કરતા કહ્યું કે, જો કોંગ્રેસ ન હોત તો 1984માં સિખ નરસંહાર પણ ન થયો હતો અને ન તો કાશ્મીરી પંડીતોનું પલાયન થયું હોત.

 

કોંગ્રેસ પર કર્યા આકરાં પ્રહાર

 


સદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસે ભારતનો પાયો નાખ્યો, અમુક લોકો એવું માને છે કે, હિન્દુસ્તાન 1947માં જન્મ્યુ. આ માનસિકતાના કારણે જ તકલીફો આવી અને જે લોકોને 50 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો તેમણે કંઈ કર્યું નહીં. 1975માં લોકતંત્રનું ગળુ દબાવવાનું કામ કરનારાઓને લોકતંત્ર પર બોલવું જોઈએ નહીં. કોંગ્રેસે ડાયનેસ્ટીથી આગળ વિચાર્યું જ નથી. ભારતના લોકતંત્રને સૌથી મોટો ખતરો છે, પરિવારવાદની પાર્ટીઓથી. એ માનવું પડશે. પાર્ટીમાં પણ જ્યારે કોઈ સર્વૌપરિ થઈ જાય છે, તો સૌથી પહેલા કૈજ્યુલ્ટી ટેલેન્ટની થાય છે.

 


અમે દેશના ગરીબોની રક્ષા કરીશું

રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મને નવાઈ લાગે છે કે, અમુક માનનીય સભ્યોએ કહ્યું કે, ભારતનું રસીકરણ અભિયાન કોઈ મોટી વાત નથી. સાથે જ હું તમામને ભરોસો અપાવા માગુ છુ કે, જ્યાં સુધી મહામારી છે, અમે દેશના ગરીબોની રક્ષા કરીશું.

 

સંબોધનમાં મહત્વના મુદ્દાઓ

 

  • પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોરોના એક વૈશ્વિક મહામારી છે અને છેલ્લા 100 વર્ષમાં માનવ જાતિએ આટલું મોટુ સંક્ટ જોયું નથી. હજૂ પણ આ સંકટ નવું નવું રૂપ લઈને આફત બની રહ્યું છે. સમગ્ર દુનિયા તેની સામે ઝઝૂમી રહી છે. પીએમ મોદીએ કોરોના વેક્સિનેશન પ્રોગ્રામના વખાણ કરતા કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતના કામના વખાણ થઈ રહ્યા છે .
  • ગરીબોને રાશન આપવાનું કામ કરવામાં આવ્યું. આ કોરોનાકાળમાં 80 કરોડથી વધારે લોકો મફક રાશન આપીને દુનિયાની સામે મજબૂત ઉદાહરણ રજૂ કર્યું છે. ગરીબ લોકોને ઘરનું ઘર આપવાનું કામ અમારી સરકાર કરે છે .
  • કોરોના કાળમાં પાંચ કરોડ ગરીબ પરિવારને નળથી જળ પહોંચાડવાનું કામ કરવામા આવ્યું છે.
  • ખેડૂતોના પાકને ટેકાભાવે ખરીદી કરવામાં આવી છે. 
  • સરકારે નક્કી કર્યું છે કે, 200 કરોડ સુધીના ટેન્ડર બહારના લોકોને આપવામાં આવશે નહીં. જેનાથી દેશના MSME સેટ્કરને પણ મોટો ફાયદો મળશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ