બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / PM Kisan Yojana: Good news for farmers! Know when the 12th installment of PM Kisan Yojana will come
ADVERTISEMENT
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયા મોકલાવવામાં આવ્યા હતા. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે.
ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તેમની બનતી કોશિશ કરે છે અને નવી નવી યોજનાઓ બનાવે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પણ એક એવી જ યોજના છે. જેની હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે.
ADVERTISEMENT

વર્ષમાં 3 વખત મોકલવામાં આવે છે આ રાશિ
ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં ચાર-ચાર મહિનાના અંતરાલે 2 હજાર રૂપિયા મોકલાવવામાં આવે છે. ખડૂતોને આઆ યોજના હેઠળ બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલઈને સહાય કરવામાં આવે છે. અત્યાર સુધી ચાર મહિના અંતરાલે ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત આ ધનરાશી મોકલાવવામાં આવી છે.
ADVERTISEMENT
હવે ફરી 12 મી વખત આ ધનરાશી મોકલાવવાનો સામે નજીક આવી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ તારીખે ખેડૂતોના ખાતામાં ફરી બે હજાર જમા થઈ શકે છે. જો કે આઆ ધનરાશી મેળવવા માટે ખેડૂતોએ e-KYCની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે છેલ્લી તારીખ 31 જુલાઇ નક્કી કરી છે. જો કોઈ પણ ખેડૂતે e-KYC નથી કરાવ્યું તો તેઓ આ ધનરાશીથી વંચિત રહી શકે છે. e-KYC કરાવવા માટે કોઈ પણ ખેડૂત પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ સિવાય ખેડૂત સીએસસી સેન્ટર પર જઈને પણ e-KYC કરાવી શકે છે.
આ છે e-KYC કરાવવાના 5 સરળ પગલાં-
1- e-KYC કરાવવા માટે સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જાઓ.
2. પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર એક ખુણો દેખાશે જ્યાં e-KYC લખ્યું હશે તેના પર ક્લિક કરો.
3. ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે, જ્યાં આધાર નંબર નાખવાના રહેશે એ પછી ફરી તેના પર ક્લિક કરો.
4- હવે તમારા રજીસ્ટર નંબર પર ઓટીપી આવશે.
5- એ ઓટીપી ઉમેરીને સબમિટ પર ક્લિક કરો. આઆ પ્રક્રિયા પૂરન થવા સાથે જ તમારું e-KYC થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.