બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / pm kisan 14 th installment not received yet call helpline number or toll free to get money

તમારા કામનું / PM કિસાન યોજના: હજુ સુધી નથી મળ્યો 14મો હપ્તો? તો શું હવે સુધારો કરવાથી ફાયદો થશે કે પછી! જાણો

Manisha Jogi

Last Updated: 11:32 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે પીએમ કિસાન સમ્માન નિધિનો 14 મો હપ્તો જાહેર કર્યો છે. જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું નથી તે ખેડૂતોને આ યોજનાના પૈસા મળ્યા નથી. પૈસા અટકી જવાના અન્ય કારણ પણ હોઈ શકે છે.

  • સરકારે પીએમ કિસાન સમ્માન નિધિનો 14 મો હપ્તો જાહેર કર્યો
  • શું તમને પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો નથી મળ્યો
  • આ રીતે ચેક કરો ઓનલાઈન સ્ટેટસ

 સરકારે પીએમ કિસાન સમ્માન નિધિનો 14 મો હપ્તો જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 જુલાઈના રોજ રાજસ્થાનના સીકરમાં પીએમ કિસાન સમ્માન નિધિના 14મા હપ્તા માટે 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું નથી તે ખેડૂતોને આ યોજનાના પૈસા મળ્યા નથી. પૈસા અટકી જવાના અન્ય કારણ પણ હોઈ શકે છે. 

લાભાર્થીઓના લિસ્ટમાં ખેડૂતોનું નામ હોવા છતાં પૈસા મળ્યા નથી મળ્યા તો તે માટે પીએમ કિસાન પોર્ટલ પર આપેલ જાણકારી જવાબદાર હોઈ શકે છે. પીએમ કિસાન ઈ-કેવાયસી ના કરાવવા પર, લેન્ડ સીડિંગ ના હોવા પર અથવા ખોટો બેન્ક એકાઉન્ટ નંબર હોવાને કારણે પૈસા અટકી શકે છે.  

ભૂલ સુધારવાથી પૈસા મળી જશે
જો તમારું નામ પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યું છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારો હપ્તો ભલે અટકી ગયો હોય તેમ છતાં ગભરાવાની જરૂર નથી. જો કોઈ ભૂલના કારણે પૈસા અટકી ગયા છે, તો તે ભૂલ સુધારવાથી તમારા ખાતામાં પૈસા આવી જશે. જો હાલમાં તમને પૈસા નથી મળ્યા તો આગામી હપ્તામાં તમને 14માં હપ્તાના પૈસા મળી જશે. જો સરકાર તરફથી કોઈ કારણોસર નામ રિજેક્ટ કરવામાં આવે છે, તો પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ નહીં મળે અને ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં નહીં આવે. 

ઓનલાઈન સ્ટેટસ ચેક કરો
સ્ટેટસ ચેક કરવા માટે પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લો. જ્યારે ફાર્મર કોર્નર લખેલું હશે, તેના પર ક્લિક કરો. હવે આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા ફોન નંબર એન્ટર કરો. હવે કેપ્ચા એન્ટર કરો. આ પ્રકારે કરવાથી તમને તમારા એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી મળી રહેશે. તમારા ડોક્યુમેન્ટ અને જાણકારી ચેક કરી લો. જો કોઈ માહિતી ખોટી હોય તો તેને સુધારી લો. કોઈ ડોક્યુમેન્ટ જમા કરવાનું બાકી હોય અને તેના કારણે તમારો હપ્તો રોકાયો છે, તો તમે હજુ પણ તમારું ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ