બ્રેકિંગ ન્યુઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર એટલે કે શનિવારે આયુષ્માન ભારતના PM JAY SEHATનું લોકાર્પણ કરશે. કેન્દ્ર શાસિત ક્ષેત્ર જમ્મુ-કાશ્મીરના તમામ રહેવાસીઓ માટે PM વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજના શરૂ કરશે.
ADVERTISEMENT
SEHAT યોજનાનો અર્થ સોશ્યલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન છે
જમ્મુ-કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા મુજબ, SEHAT યોજનાનો અર્થ સોશ્યલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન છે. તે કેન્દ્રશાસિત પ્રદેશો માટે આરોગ્ય વીમા યોજના છે.
ADVERTISEMENT
વિભાગે તેને રાજ્ય માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "આ જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક ક્ષણ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી SEHAT શરૂ કરવા જઇ રહ્યા છે. 26 ડિસેમ્બર 2020 ના રોજ સમગ્ર જમ્મુ અને કાશ્મીર માટે સોશ્યલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન આરોગ્ય વીમા યોજના લાગુ પડશે."
Hon'ble Prime Minister Shri Narendra Modi will e-launch AB PMJAY- SEHAT on 26th of December 2020. SEHAT in convergence with PM-JAY envisions to provide free cashless medical treatment upto Rs 5 lakhs to all the inhabitants of Jammu and Kashmir.@manojsinha_ @OfficeOfLGJandK pic.twitter.com/Twn9ctGXVO
— DIPR-J&K (@diprjk) December 24, 2020
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેતા તમામ લોકોને 5 લાખ સુધીનું મફત હેલ્થ કવર મળશે. તેમણે લખ્યું, 'જમ્મુ કાશ્મીર માટે આ ઐતિહાસિક ક્ષણ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2020ના રોજ PMJAY-SEHAT લોન્ચ કરશે.
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના તમામ રહેવાસીઓને 5 લાખ રૂપિયા સુધીનું કેશલેસ કવર મળશે
જમ્મુ-કાશ્મીરના તમામ રહેવાસીઓને 5 લાખ રૂપિયા સુધીનું મફત કેશલેસ કવર મળશે. તે જ સમયે, ઓપરેશનલ વિસ્તરણ માટે વધારાના પરિવારો માટે લગભગ 15 લાખ વધુ ઉપલબ્ધ થશે. આ યોજના PMJAY-SEHAT સાથે વીમા મોડમાં કામ કરશે. આ યોજનાનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે. તેમ જ આ યોજનાની સુવિધાઓ PM-JAY યોજના હેઠળ લાવવામાં આવેલી તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.