બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / play Ranji first BCCI orders players like Pandya, Ishan and Deepak Chahar

ક્રિકેટ / IPL પછી, પહેલા રણજી તો રમો: પંડ્યા, ઈશાન અને દિપક ચાહર જેવા ખેલાડીઓને BCCIનો કડક આદેશ

Megha

Last Updated: 12:55 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થયા બાદ ઈશાને કોઈપણ પ્રકારની ક્રિકેટ નથી રમી રહ્યો એવામાં હવે BCCI આ બાબતને ધ્યાનમાં રાખીને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

  • ઈશાન કિશન છેલ્લા ઘણા દિવસોથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. 
  • BCCI આ બાબતને ધ્યાનમાં રાખીને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.
  • ટીમમાંથી બહાર રહેલ તમામ ખેલાડીએ હવે રણજી ટ્રોફી રમવી જ પડશે. 

ટીમ ઈન્ડિયાના ખેલાડી ઈશાન કિશન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની રહ્યા છે. હાલ ઈશાન ટીમ ઈન્ડિયામાંથી બહાર છે અને સતત વિક્ષેપ છતાં તે રણજી ટ્રોફી રમી રહ્યો નથી. ઈશાન છેલ્લે નવેમ્બરમાં ક્રિકેટ રમ્યો હતો. જે બાદ માનસિક થાકને કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો અને હવે તેના કારણે BCCI મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે ક્રિકેટ રમવું પડશે
સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થયા બાદ ઈશાને કોઈપણ પ્રકારની ક્રિકેટ રમી નથી. કોચ રાહુલ દ્રવિડને ઈશાન વિશે ઘણી વખત પૂછવામાં આવ્યું છે. તાજેતરમાં આવું થયું ત્યારે રાહુલ થોડો ચિડાયેલો જણાતો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે ઈશાનને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે ક્રિકેટ રમવું પડશે.

ટીમ ઝારખંડ રણજી ટ્રોફી રમી રહી છે પણ ઇશાન નહીં
થોડા દિવસો બાદ રિપોર્ટ આવ્યો કે ઈશાને બરોડામાં હાર્દિક અને કૃણાલ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. જોકે, તે હજુ પણ ક્રિકેટ રમી રહ્યો નથી. હાલ તેની ટીમ ઝારખંડ રણજી ટ્રોફી રમી રહી છે, પરંતુ આ માટે ઈશાને તેણી ઉપલબ્ધતા જાહેર કરી નથી. તેમના આ નિર્ણય પર અનેક પ્રતિક્રિયાઓ આવી છે. ઘણા અનુભવીઓએ તેને વિચિત્ર ગણાવ્યું છે. પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ તેનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું હતું. 

રણજી ટ્રોફી રમવી જ પડશે!
એવામાં હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCI આ બાબતને ધ્યાનમાં રાખીને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. એક અહેવાલ અનુસાર, BCCI તમામ ખેલાડીઓને નોટિસ આપવા જઈ રહ્યું છે કે તેઓએ રણજી ટ્રોફી રમવી જ પડશે, જો કે ઈજાગ્રસ્ત ખેલાડીઓને આમાંથી મુક્તિ આપવામાં આવશે.

કેટલાક ખેલાડીઓ IPLની તૈયારી કરવા લાગ્યા છે. 
એક સૂત્રએ આ મુદ્દે જણાવ્યું હતું કે,'આગામી થોડા દિવસોમાં, BCCI તમામ ખેલાડીઓને તેમની રાજ્યની ટીમો માટે રણજી ટ્રોફી રમવા માટે કહેશે. NCAમાં રાષ્ટ્રીય ફરજ બજાવતા, ઈજાગ્રસ્ત અને સ્વસ્થ થઈ રહેલા ખેલાડીઓને આમાંથી મુક્તિ આપવામાં આવશે. બોર્ડ જાન્યુઆરીમાં જ કેટલાક ખેલાડીઓ IPLની તૈયારી કરવા લાગ્યા છે એ કારણે ઘણી નાખુશ છે.  

જો એક રીતે જોવામાં આવે તો આ નિર્ણય ફક્ત ઇશાન કિશનને કારણે નથી લેવામાં આવ્યો. કૃણાલ પંડ્યા અને દીપક ચહર જેવા અન્ય ખેલાડીઓ પણ રણજી ટ્રોફી મેચોમાં નિષ્ક્રિય રહ્યા છે. શ્રેયસ અય્યર પણ ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. આ બધાને હવે ફરી ટીમનો હિસ્સો બનવા માટે પહેલા રણજી રમવું પડી શકે છે.  

વધુ વાંચો: આ એક ભૂલ ઇંગ્લેન્ડના ક્રિકેટરને ભારે પડી! ભારતમાં એન્ટ્રી લેતા જ એરપોર્ટ પર રોકી દેવાયો, જાણો કારણ

નોંધનીય છે કે હાલમાં હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. એવું કહેવાય રહ્યું છે કે હાર્દિક IPL 2024 દ્વારા પુનરાગમન કરશે. અહીં તે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ પણ કરશે. એટલે કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક અત્યારથી આઈપીએલની તૈયારીમાં લાગી ગયો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Ishan Kishan Ranji Trophy Ranji Trophy Match deepak chahar ઈશાન કિશન BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ