બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng England spinner Rehan Ahmed stopped at airport due to visa rules
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ભારત આવ્યું છે. બે મેચ બાદ સીરિઝ 1-1ની બરાબરી પર છે. પરંતુ આ સીરીઝમાં કોઈપણ ઈંગ્લિશ ખેલાડી કરતા તેના વિઝાની ચર્ચા વધુ થઈ રહી છે. શોએબ બશીર પછી હવે વધુ એક અંગ્રેજને ભારતમાં આવ્યા બાદ વિઝાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
Rehan Ahmed arrived back in India from England’s break in Abu Dhabi with an invalid visa, having travelled for the first leg of the tour on a single-entry visa he possessed but had not used as a reserve for England’s World Cup squad.
— ESPNcricinfo (@ESPNcricinfo) February 12, 2024
Rehan was granted entry after the delay and… pic.twitter.com/NeJunWVUBU
ADVERTISEMENT
રાજકોટ એરપોર્ટ પર જ અટકાયત કરવામાં આવી
આ ખેલાડીનું નામ છે રેહાન અહેમદ. તેની રાજકોટ એરપોર્ટ પર જ અટકાયત કરવામાં આવી હતી અને અધિકારીઓએ તેમને એરપોર્ટની બહાર જવા દીધા ન હતા. વાત એમ છે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓ બીજી ટેસ્ટ બાદ UAE ગયા હતા અને જ્યારે તેઓ ત્યાંથી પાછા ફર્યા ત્યારે રેહાનને અટકાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રેહાન પાસે માત્ર સિંગલ એન્ટ્રી વિઝા હતા
ઈંગ્લેન્ડના ખેલાડીઓ રજાઓ ગાળવા યુએઈ ગયા હતા. જ્યારે અમે ત્યાંથી પાછા ફર્યા ત્યારે અમને ખબર પડી કે રેહાન પાસે માત્ર સિંગલ એન્ટ્રી વિઝા છે. એટલે કે તે માત્ર એક જ વાર ભારતમાં પ્રવેશી શકે છે અને તે ઈંગ્લેન્ડની ટીમ સાથે પ્રથમ બે મેચ દરમિયાન ભારતમાં પ્રવેશી ચૂક્યો હતો. તેથી, જ્યારે તે રજાઓ માણીને ફરીથી ભારત આવ્યો ત્યારે તેને અટકાવવામાં આવ્યો હતો.
🚨NEWS ALERT: England spinner Rehan Ahmed stopped from exiting the Hirasar airport due to lack of multi-entry visa.#INDvsENG #RehanAhmed #EnglandCricket #CricketTwitter pic.twitter.com/uW1KgtZVTK
— InsideSport (@InsideSportIND) February 13, 2024
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડની ટીમ સાંજે સાડા પાંચ વાગ્યે એરપોર્ટ પહોંચી હતી. અહીંથી આ ખેલાડીઓ રાત્રે આઠ વાગે હોટલ પંહોચ્યાં હતા. જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સ અને રેહાન રાત્રે 9 વાગ્યાની આસપાસ હોટલ પહોંચી શક્યા હતા.
ADVERTISEMENT
હાલ રેહાનને બે દિવસનો વિઝા મળ્યો છે
અહેવાલ મુજબ, સમગ્ર ઇંગ્લિશ ટીમને એરપોર્ટ પર રાહ જોવી પડી હતી. તમામ ઔપચારિકતા પૂરી થયા બાદ આ લોકો બહાર આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક અધિકારીઓની મદદ બાદ રેહાનને બે દિવસનો વિઝા મળ્યો અને બાકીનું પેપરવર્ક મેચ શરૂ થાય તે પહેલા કરવામાં આવશે.જાણીતું છે કે 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં ત્રીજી ટેસ્ટ શરૂ થશે. આ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ થોડું ટેન્શનમાં છે કારણ કે તેમનો સૌથી વરિષ્ઠ સ્પિનર જેક લીચ ઘૂંટણની ઈજાને કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.
Rehan Ahmed is not holding the proper Visa, he is having a single-entry Visa and Indian officials have asked him to Stop at the Airport after returning from a short break in Abu-Dhabi.
— Sujeet Suman (@sujeetsuman1991) February 12, 2024
Later Rehan has been allowed to enter the country without having a proper Visa after some… pic.twitter.com/PFZl8N2qHu
ADVERTISEMENT
શોએબ બશીરને પણ વિઝા મોડા મળ્યા
આ પહેલા ઈંગ્લેન્ડના સ્પિનર શોએબ બશીરને પણ વિઝા મળવામાં વિલંબ થયો હતો. પાકિસ્તાની મૂળના આ સ્પિનરને તેના વિઝા એક સપ્તાહ મોડા મળ્યા હતા અને તેના કારણે તે હૈદરાબાદમાં આયોજિત પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યો નહોતો. બશીર 28 જાન્યુઆરીએ ભારત પહોંચવામાં સફળ રહ્યો હતો. ત્યારે 25 જાન્યુઆરીથી શરૂ થયેલી સીરિઝના પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ ચાલી રહ્યો હતો.
વધુ વાંચો: KL રાહુલ છેલ્લી ઘડીએ રાજકોટ ટેસ્ટમાંથી આઉટ, આ ખેલાડીનું ચમકી ગયું નસીબ, રવિન્દ્ર જાડેજા પણ નહીં
બશીરની જેમ રેહાન પણ પાકિસ્તાની મૂળનો છે. પરંતુ શરૂઆતમાં તેમને ભારતમાં પ્રવેશ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. તેને ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ દરમિયાન તેના વિઝા આપવામાં આવ્યા હતા. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની તરફથી આ એક ભૂલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.