બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરનારા ચેતી જજો! નહીંતર થઇ જશો થાઇરોઇડના શિકાર, જાણો ઉપાય

સ્વાસ્થ્ય / મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરનારા ચેતી જજો! નહીંતર થઇ જશો થાઇરોઇડના શિકાર, જાણો ઉપાય

Last Updated: 01:46 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ તમને અને તમારા બાળકોને થાઇરોઇડનો શિકાર બનાવી શકે છે? ચાલો જાણીએ કે થાઇરોઇડથી પોતાને બચાવવા શું કરવું જોઈએ?

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. બાળકોના વિકાસનું કનેક્શન મોબાઈલ ફોન સાથે છે. તાજેતરના અભ્યાસમાં એ વાત સામે આવી છે કે 5 વર્ષ સુધીના બાળકો દરરોજ 5 થી 6 કલાક સેલ ફોન પર રીલ-વીડિયો જોતા હોય છે અને મોબાઈલ ફોનનો આ બિનજરૂરી ઉપયોગ બાળકોના માનસિક વિકાસમાં અવરોધરૂપ બની રહ્યો છે. આટલું જ નહીં, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની આદતને કારણે બાળકોનું સામાજિક જીવન પણ ઘટી ગયું છે, મિત્રો સાથે રમવાની વાત તો દૂર પણ બાળકો તેમના માતાપિતા સાથે પણ ઓછી વાત કરે છે.

thyroid-1

મોબાઈલ આ બધી આડઅસર સિવાય લોકોને થાઇરોઇડના દર્દી બનાવી રહ્યું છે કારણ કે ઈન્ટરનેશનલ જર્નલ ઓફ રિસર્ચ ઈન હેલ્થ સાયન્સમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનથી માત્ર થાઇરોઇડનું સ્તર જ નથી વધતું પણ થાઇરોઇડ ગ્રંથિની અંદર હાજર કોલોઇડનું કદ પણ વધી જાય છે. આ કોલોઇડ શરીરમાં થાઇરોક્સિન રિલીઝ કરે છે અને આ હોર્મોનના ઉત્પાદનમાં ગરબડ થવાથી, શરીરનો કંટ્રોલ ખોરવાઈ જાય છે. એટલા માટે જ જો બાળકોનું અચાનક અભ્યાસમાં મન ન લાગે, તેમની ઊંચાઈ વધતી અટકી જાય, શારીરિક વિકાસ અટકી જાય તો આને સામાન્ય ન ગણો. બની શકે કે તેમણે થાઇરોઇડની અસર થઈ હોય. માતાપિતા તરીકે જવાબદારી છે કે બાળકો પર નજર રાખો. માત્ર બાળકોના જ નહીં, પોતાના સ્વાસ્થ્ય પર પણ નજર રાખો, કારણકે મોટાઓ પણ હંમેશા ફોન પર લાગેલા હોય છે, એટલે થાઇરોઇડનું જોખન તેમને પણ છે. એકવાર આ બિમારી થઈ જાય પછી ચિડિયાપણું, મૂડ સ્વિંગ, ડિપ્રેશન, ગભરામણ, થાક, સફેદ વાળ, ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ પણ થઈ જશે. ત્યારે ચાલો જાણીએ કે થાઇરોઇડથી પોતાને બચાવવા શું કરવું જોઈએ.

thyroid-2

થાઇરોઇડના લક્ષણ - થાક લાગવો, ગભરામણ થવી, ચીડિયાપણું, હાથમાં ધ્રુજારી, ઊંઘની કમી, વાળ ખરવા, સ્નાયુમાં દુખાવો જેવા લક્ષણો હોય તો એકવાર થાઇરોઇડની તપાસ જરૂર કરાવી લેવી જોઈએ.

આ રીતે કંટ્રોલ કરો થાઇરોઇડ - વર્કઆઉટ કરો, સવારે એપલ વિનેગર પીવો, રાત્રે હળદરવાળું દૂધ પીવો, થોડીવાર તડકામાં બેસો, ખોરાકમાં નાળિયેર તેલનો ઉપયોગ કરો, 7 કલાકની ઊંઘ જરૂર લો. આમ કરવાથી થાઇરોઇડ કંટ્રોલમાં રહેશે. થાઇરોઇડ માટે યોગ કરવું પણ ફાયદાકારક છે. એટલે સૂર્ય નમસ્કાર, પવનમુક્તાસન, સર્વાંગાસન, હલાસન, ઉસ્ત્રાસન, મત્સ્યાસન, ભુજંગાસન જેવા આસન કરવા જોઈએ.

થાઇરોઇડમાં શું ખાવું અને શું ન ખાવું - થાઇરોઇડમાં અળસી, નાળિયેર, મુલેઠી, મશરૂમ, હળદરવાળું દૂધ, તજ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. પરંતુ થાઇરોઇડ હોય ત્યારે સફેદ ભાત, કેક-કૂકીઝ, તેલયુક્ત ખોરાક, સોફ્ટ ડ્રીંક્સ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

lady-yoga

થાઇરોઇડથી થતી બીમારીઓ - થાઇરોઇડને કારણે બીજી બીમારીઓ પણ થઈ શકે છે, જેમ કે ગર્ભાવસ્થામાં સમસ્યા આવે છે, હૃદય રોગ, સંધિવા, ડાયાબિટીસ, કેન્સર, સ્થૂળતા, અસ્થમા જેવી બીમારીઓ પણ થઈ શકે છે.

વધુ વાંચો: શું તમને પણ આખીરાત AC શરૂ રાખીને સૂવાની છે આદત? તો ચેતી જજો! લંગ્સ અને આંખોને થઇ શકે છે નુકસાન

થાઇરોઇડમાં આયુર્વેદિક સારવાર છે અસરકારક - થાઇરોઇડ થાય ત્યારે આયુર્વેદિક સારવાર પણ કરવી જોઈએ. થાઇરોઇડમાં મુલેઠી ફાયદાકારક હોય છે, તુલસી-એલોવેરા જ્યુસ, દરરોજ 1 ચમચી ત્રિફળા, રાત્રે અશ્વગંધા અને ગરમ દૂધનું સેવન કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ