બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: KL Rahul ruled out of Rajkot Test vs England; Padikkal named replacement
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવાર (15 ફેબ્રુઆરી)થી રાજકોટમાં રમાવાની છે. રાજકોટ ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ અનફિટ હોવાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કેએલ રાહુલ હટી જતાં દેવદત્ત પડિક્કલનું નસીબ ચમકી ગયું છે. રાહુલના કર્ણાટકના સાથી ખેલાડી પડિક્કલને રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેની પુષ્ટિ સોમવારે બીસીસીઆઇએ કરી હતી. પડિક્કલ 2021માં ભારત માટે બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 8 રન બનાવ્યા હતા. રાહુલ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં ક્વાડ્રિસેપ ઈજાના કારણે રમ્યો નહતો. ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચો માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે બીસીસીઆઇએ એમ પણ કહ્યું હતુ કે, રાહુલને ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ રમાડી શકાય છે. બોર્ડે હવે સત્તાવાર નિવેદનમાં કહ્યું, "કેએલ રાહુલે 90 ટકા મેચ ફિટનેસ હાંસલ કરી છે. "તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ જબરદસ્ત પ્રગતિ કરી રહ્યો છે. તે ચોથી અને પાંચમી ટેસ્ટ માટે સંપૂર્ણપણે ફિટ થવા માટે બેંગાલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પોતાની રિકવરી પ્રક્રિયા ચાલુ રાખશે.
🚨 NEWS 🚨: KL Rahul ruled out of third #INDvENG Test, Devdutt Padikkal named replacement. #TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 12, 2024
Details 🔽https://t.co/ko8Ubvk9uU
ADVERTISEMENT
રવિન્દ્ર જાડેજા પણ ટેસ્ટમાં નથી રમવાનો
રાહુલે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેણે હૈદરાબાદમાં 86 અને 22 રન બનાવ્યા હતા. રાહુલ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે વિશાખાપટ્ટનમમાં પણ મેદાન પર ઉતર્યો નથી. જોકે જાડેજા રાજકોટમાં રમશે કે નહિ તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
ADVERTISEMENT
કોણ છે દેવદત્ત પડિક્કલ
નોંધપાત્ર છે કે, 23 વર્ષીય પડિક્કલને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે મંગળવારે ટીમમાં જોડાય તેવી સંભાવના છે. તેણે તાજેતરમાં રમાયેલી રણજી મેચમાં તમિલનાડુ સામે 151 અને 36 રન ફટકાર્યા હતા. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલ 1-1થી બરોબરી પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.