બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખુશખબર : 57 કરોડ લોકોના જન ધન ખાતામાં આવશે 3.67 લાખ કરોડ રુપિયા, જાણો ક્યારે

નિવેદન / ખુશખબર : 57 કરોડ લોકોના જન ધન ખાતામાં આવશે 3.67 લાખ કરોડ રુપિયા, જાણો ક્યારે

Nirav Kumar

Last Updated: 04:46 PM, 7 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

57.11 કરોડ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ના લાભાર્થીઓના ખાતામાં સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની યોજના ધરાવે છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ના લાભાર્થીઓની સંખ્યા 57.11 કરોડે પહોંચી છે. જેમાં તેમના ખાતાઓમાં 2.74 લાખ કરોડ રૂપિયા જમા છે. એવામાં  નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગારાજુએ જણાવ્યું હતું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આ જન ધન ખાતાઓમાં 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની યોજના ધરાવે છે. દેશભરના 57.11 કરોડ જન ધન ખાતાઓમાં 274,033.34 કરોડ રૂપિયા જમા છે. તેમાંથી 78.2 ટકા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં છે, જેમાં 50 ટકા હિસ્સો મહિલાઓનો છે.

એક કાર્યક્રમમાં બોલતા એમ. નાગારાજુએ જણાવ્યું હતું કે દેશભરમાં જન ધન ખાતાઓમાં સરેરાશ બેલેન્સ હવે વધીને 4,815 રૂપિયા થઈ ગયું છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા કુલ 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની યોજના છે.

vtv app promotion

હૈદરાબાદમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં એમ. નાગારાજુએ જણાવ્યું હતું કે, 2014માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે જેને 57 કરોડથી વધુ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે.

વધુ વાંચો : ઓફિસ પૂરી થયા પછી કોઈ ફોન નહીં, કોઈ ઈમેઇલ નહીં, લોકસભામાં રજૂ થયું 'રાઈટ ટૂ ડિસ્કનેક્ટ' બિલ

તેમને કહ્યું હતું કે, માર્ચ 2025માં ભારતનો નાણાકીય સમાવેશ સૂચકાંક 67 સુધી પહોંચી ગયો છે જે દર્શાવે છે કે દેશમાં નાણાકીય સેવાઓની પહોંચ સુધરી રહી છે અને ગુણવત્તામાં પણ સુધારો થઈ રહ્યો છે. 2021માં શરૂ કરાયેલ નાણાકીય સમાવેશ સૂચકાંક 97 સૂચકાંકો પર આધારિત છે જેમાં બેંકિંગ, વીમા, પેન્શન, રોકાણો અને પોસ્ટલ સેવાઓનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DBT Jan Dhan Yojana PMJDY
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ