બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઓફિસ પૂરી થયા પછી કોઈ ફોન નહીં, કોઈ ઈમેઇલ નહીં, લોકસભામાં રજૂ થયું 'રાઈટ ટૂ ડિસ્કનેક્ટ' બિલ

Parliament / ઓફિસ પૂરી થયા પછી કોઈ ફોન નહીં, કોઈ ઈમેઇલ નહીં, લોકસભામાં રજૂ થયું 'રાઈટ ટૂ ડિસ્કનેક્ટ' બિલ

Nirav Kumar

Last Updated: 07:48 PM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં NCPના સાંસદ સુપ્રિયા સુલેએ એક પ્રાઈવેટ બિલ રજુ કર્યું છે. જેનું નામ "ધ રાઈટ ટૂ ડિસ્કનેક્ટ બિલ, 2025" છે. આ બિલને સરળ ભાષામાં સમજવું હોય તો, વર્કિંગ અવર બાદ કર્મચારીને વર્ક પ્લેસ પરથી આવતા કોલ, મેસેજ કે મેઈલ્સના જવાબ આપવામાંથી મુક્તિ આપવામાં આવે. જેથી તેમની પસર્નલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે તણાવ ઘટાડી શકાય.

વર્કિંગ પ્લેસ પર કામના કલાકો બાદ ફોન અને ઇમેઇલ આવવાથી ઘણા લોકો હેરાન થાય છે. વર્કિંગ અવર બાદ કનેક્શન કાપવાના અધિકાર સુનિશ્ચિત કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં NCP (શરદ પવાર ગ્રુપ) ના સાંસદ સુપ્રિયા સુલેએ ભારતમાં કામદારો અને કર્મચારીઓ માટે વર્ક લાઈફ બેલેન્સને પ્રોત્સાહન આપવા માટે એક પ્રાઇવેટ બિલ રજૂ કર્યું હતું. "ધ રાઈટ ટૂ ડિસ્કનેક્ટ બિલ, 2025" માં બિલની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ સંસ્થાઓ (કંપનીઓ અથવા સોસાયટીઓ) પર તેમના કર્મચારીઓના કુલ મહેનતાણાના 1 ટકા દંડની જોગવાઈ પણ છે.

  • શું છે બિલનો હેતુ ?

ગઈકાલ એટલે કે, શુક્રવારે લોકસભામાં રજૂ કરાયેલ આ બિલ દરેક કર્મચારીને વર્ક રિલેટેડ ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારથી ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપે છે. "તેનો હેતુ આજના ડિજિટલ કલ્ચરને કારણે થતા થાકને ઘટાડીને લાઈફ ક્વોલિટી અને સ્વસ્થ વર્ક લાઈફ બેલેન્સને પ્રોત્સાહન આપવાનો છે,"

તેમને ખાનગી સભ્યના બિલમાં દલીલ કરી હતી કે, "ડિજિટલ અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી કાર્ય સુગમતાના સંદર્ભમાં ફાયદાઓ પ્રદાન કરે છે પણ તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચેની સીમાઓને ખતમ કરવાનું જોખમ પણ ધરાવે છે". બિલના ઉદ્દેશ્યો અને કારણોના નિવેદનમાં જણાવાયું છે કે, "અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જો કોઈ કર્મચારીને 24 કલાક ઉપલબ્ધ રહેવાની અપેક્ષા રાખવામાં આવે તો તેમની ઉપર વધુ પડતા કામનું જોખમ હોય છે, જેમ કે ઊંઘનો અભાવ, તણાવ અને ભાવનાત્મક થાક. કોલ અને ઇમેઇલનો જવાબ આપવાની આ સતત ઇચ્છા (જેને 'ટેલિપ્રેશર' કહેવાય છે) અને દિવસભર, સપ્તાહના અંતે અને રજાના દિવસે પણ સતત ઇમેઇલ ચેક કરવાથી કર્મચારીઓના વર્ક લાઈફ બેલેન્સમાં ખલેલ પહોંચે છે."

vtv app promotion

એક અભ્યાસ મુજબ, "કામ સંબંધિત મેસેજ અને ઇમેઇલ્સનું સતત નિરીક્ષણ કર્મચારીઓના મન પર વધુ પડતું દબાણ લાવી શકે છે, જેના કારણે ઇન્ફોર્મેશન ઓબ્સેસીટી નામની સ્થિતિ સર્જાય છે." બિલમાં દલીલ કરવામાં આવી કે કર્મચારીઓની પર્સનલ સ્પેસનું સન્માન કરવાની જરૂર છે અને કામના કલાકો બાદ પણ તેમના એમ્પ્લોયરના કોલ, ઇમેઇલ્સ વગેરેનો જવાબ ન આપવા અથવા સંપર્ક ન કરવાના તેમના અધિકારને માન્યતા આપવી જોઈએ.

આ બિલ અનુસાર "કર્મચારીઓના અધિકારોને માન્યતા આપવાની પણ જરૂરિયાત છે. જેમાં કંપનીઓની સ્પર્ધાત્મક જરૂરિયાતો અને તેમની વિવિધ વર્ક કલ્ચરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સમયની જરૂરિયાત એ છે કે ડિસ્કનેક્ટ કરવાના અધિકારને સંચાલિત કરતા નિયમોમાં સુગમતા લાવવી અને વ્યક્તિગત કંપનીઓને તેમના કર્મચારીઓ સાથે સેવાની શરતો પર વાટાઘાટો કરવાની મંજૂરી આપવી સમયની માંગ છે. ડિજિટલ પરિવર્તનનો રોજગાર કરારની શરતો જેમ કે કામના કલાકો અને સ્થાન પર સીધી અસર થાય છે.

વધુ વાંચો : ગ્રેચ્યુટીથી લઈને પેન્શનના નિયમો બદલાયા, સરકારી કર્મચારીઓ ખાસ નોટ કરી લેજો

આ બિલના કોન્ક્લુઝનમાં જણાવાયું છે કે, "આ રીતે આ બિલ કર્મચારીઓના અધિકારો અને કલ્યાણ માટે કામ કરે છે તથા વ્યક્તિગત સંસ્થાઓને તેમના સાથે કલાકો બહાર સેવાની શરતો પર વાટાઘાટો કરવાનો અધિકાર પ્રદાન કરીને કર્મચારીના ડિસ્કનેક્ટ કરવાના અધિકાર આપે છે. આ બિલ કર્મચારીઓના પસર્નલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે તણાવ ઘટાડવા માર્ગ તરીકે ડિસ્કનેક્ટ કરવાના અધિકારને માન્યતા આપે છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supriya Sule Right To Disconnect Bill Private Bill
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ