બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Pitru Paksha 2021 keep these things mind while shraddha

Pitru Paksha 2021 / આજથી શરૂ થયા પિતૃપક્ષ શ્રાદ્ધ, આર્શીવાદ મેળવવા માટે રાખો આ વાતનું ધ્યાન

Published By: Bhushita

Last Updated: 08:19 AM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે, આજથી પિતૃઓનું તર્પણ કરવાનું અને દાન આપવાનો ખાસ મહિમા રહ્યો છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિશેષ વાતોનું ધ્યાન રાખી લેવું જોઈએ

  • આજથી પિતૃપક્ષની થઈ શરૂઆત
  • આર્શીવાદ મેળવવા માટે કરી લો આ કામ
  • શું કરવાથી મળશે પુણ્ય

 
હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની પૂર્ણિમાની તિથિથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. આ દિવસથી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. આ વખતે 20 સપ્ટેમ્બરથઈ શરૂ થઈને પિતૃ અમાસ સુધઈ એટલે કે 6 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. હિંદુ માન્યતા અનુસાર જે પરિવારના વ્યક્તિ પોતાનો દેહ છોડીને પરલોક સિધાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે તર્પણ કરાય છે. આ સિવાય યમરાજ પણ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરે છે જેથી પરિજનોને અહીં જઈને શાંતિ મેળવી શકે. માનવામાં આવે છે કે પિતૃ શ્રાદ્ધમાં પૃથ્વી પર આવે છે અને પોતાના પરિજનો સાથે તર્પણ મેળવીને આર્શીવાદ મેળવે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. કોઈ વ્યક્તિ મૃત પરિજનને તર્પણ નથી આપતા તો પિતૃઓ નારાજ થાય છે અને સાથે કુંડળીમાં પિતૃદોષ પણ લાગે છે. પિતૃપક્ષમાં જાણો કયા કામ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે.  

પિતૃઓને માટે શું કરશો
આ સમયે પૂર્વજોના આત્માની શાંતિ માટે દાન અને પુણ્ય કરો. આ સમયે તેલ, સોનું, ઘી, ચાંદી, મીઠું અને ફળનું દાન કરો. આ દિવસે બ્રાહ્મણોને જમાડોય શ્રાદ્ધ પક્ષમાં દાનની તિથિ અનુસાર કામ કરો. આમ કરવાથી પૂર્વજોના આર્શીવાદ મળે છે.  
 
પિતૃઓની માફી માંગો
જો તમે ભૂલથી પણ કોઈ ભૂલ કરી છે તો પિતૃઓની ક્ષમા માંગો. આ સ્થિતિમાં પોતાના પિતૃઓની પૂજા કરતા તેમના ફોટા પર તિલક કરો. પિતૃઓની તિથિના અનુસાર તલના તેલનો દીવો કરો અને ગરીબોને ભોજન વહેંચો. આ સાથે ભૂલ માટે માફી માંગો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે અને આર્શીવાદ આપશે.

આ રીતે કરો પૂજા
જો તમે કોઈ પૂર્વજ પૂર્ણિમાના દિવસે ગુમાવ્યા છે તો તેમના શ્રાદ્ધ ઋષિઓનો સમર્પિત હોય છે. આ દિવસે દિવંગતનો ફોટો સામે રાખો અને તર્પણ કરાવો. પિતૃઓના ફોટો પર ચંદનની માળા અને તિલક કરો. આ સિવાય પિતૃઓને ખીર ધરાવો. આ સિવાય પિંડદાન કરાવો અને પછી કાગડા, ગાય અને કૂતરાને પ્રસાદ ખવડાવો. આ પછી બ્રાહમણોને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરો.  

રાખો આ વાતનું ધ્યાન
શ્રાદ્ધમાં કોઈ પણ શુભ કામ કરી શકાતું નથી. આ દિવસે ડુંગળી, લસણ, નોનવેજનું સેવન ન કરો. શ્રાદ્ધની તિથિના અનુસાર દિવંગત આત્મા હેતુ ઘરના દરેક સભ્યોના હાથે દાન કરાવો. આ સિવાય કોઈ ગરીબને ભોજન કરાવો અને સામર્થ્ય અનુસાર દાન આપો.  

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2021 shraadha ધર્મ પિતૃપક્ષ પૂજા શ્રાદ્ધ Pitru Paksha 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ