ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / peoples will not be able to keep more than one personal vehicle who says

ખાસ વાંચો / BIG NEWS : એક ફ્લેટ હશે તો એકથી વધારે પર્સનલ ગાડી નહીં રાખી શકાય, આ હાઈકોર્ટનો મોટો આદેશ

Published By: Kavan

Last Updated: 08:06 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, એક ફ્લેટના માલિક એકથી વધુ વાહન નહીં રાખી શકે.

ADVERTISEMENT

  • બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો આદેશ
  • એક ફ્લેટ ધરાવનાર એકથી વધુ નહીં રાખી શકે ફોર વ્હીલર
  • સ્થાનિક રહેવાસીની અરજી પર કોર્ટનો આદેશ 

આ મામલે અધિકારીઓને નિર્દેશ આપતા કોર્ટે જણાવ્યું કે, જે લોકોની પાસે અનેક ગાડીઓ છએ અને પાર્કિગની જગ્યા નથી, તેમને એકથી વધુ પર્સનલ ગાડી રાખવાની મંજૂરી નહીં આપવામાં આવે.  

સ્થાનિક રહેવાસીની અરજી પર કોર્ટનો આદેશ 

કોર્ટે આ વાત નવી મુંબઇના રહેવાસી સંદીપ ઠાકુરની અરજી પર સુનાવણી કરતા કરી હતી જેમાં ઠાકુરે એક સરકારી આદેશને પડકાર ફેંક્યો હતો. સંકલિત વિકાસ નિયંત્રણ અને પ્રમોશન નિયમનકારી કાયદામાં સંશોધન કરતાં ફ્લેટ અને બિલ્ડિંગ બનાવવાવાળા ડેવલોપરને પાર્કિંગની જગ્યા ઓછી કરવા કહેવાયું હતુ.

ડેવલોપરર્સ નથી આપી રહ્યા પાર્કિંગ માટે જગ્યા

ઠાકુરે પોતાની અરજીમાં કહ્યું કે ડેપલોપર નવી બિલ્ડિંગોમાં પાર્કિગ માટે પર્યાપ્ત જગ્યા આપતાં નથી. જેના લીધે સોસાયટીમાં રહેતા લોકોને બાહરના રસ્તા પર ગાડી પાર્ક કરવી પડે છે. 

ગાડી લેતા પહેલા જોવું પડશે પાર્કિંગ છે કે નહીં 

હાઇકોર્ટે કહ્યું કે જે લોકો સરળતાથી ગાડીઓ ખરીદી શકે છે તેમને 4-5 ગાડીઓ રાખવાની પરવાનગી આપવી યોગ્ય નથી. ગાડી લેવાથી પહેલાં તમને એ જોવું પડશે કે ગાડી પાર્ક કરવા માટે તમારી પાસે યોગ્ય જગ્યા છે કે નહીં.

પાર્કિંગથી 30% રસ્તાઓ ભરાયેલા રહે છે

કોર્ટે ગાડીઓની વધતી સંખ્યા પર વાત કરતાં જણાવ્યું કે આજકાલ રસ્તાઓની બંને બાજુનો 30% રસ્તો પાર્કિગના લીધે ભરાયેલો રહે છે. ગાડીઓને આવી રીતે રસ્તા પર પાર્ક કરવું આજકાલ સામાન્ય બાબત બની ગઇ છે. આ મુદે કોર્ટે રાજ્યના સરકારી વકીલ મનીષ પાબલે પાસેથી 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bombay Highcourt Maharashtra ફ્લેટ બોમ્બે હાઈકોર્ટ મહારાષ્ટ્ર Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ