બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / People who have taken both doses of corona vaccine are 3 times less likely to get infected claims UK study
ADVERTISEMENT
બ્રિટનના એક સ્ટડીમાં દાવો કરાયો છે કે જે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને કોરોના થવાની શક્યતા 3 ગણી ઓછી રહે છે. કોરોનાને લઈને યૂકેના સ્ટડીમાં એક કમ્યુનિટી ટ્રાન્સમિશનની રિયલ ટાઈમ એસેસમેન્ટ સ્ટડીમાં કહેવાયું છે કે ઈંગ્લેન્ડમાં સંક્રમણ 0.15થી 4 ગણું વધીને 0.63 ટકા થયું છે. 12 જુલાઈથી સંક્રમણ ઘટ્યું હતું. અહીં વોલેન્ટિયર્સે સૂચન કર્યું કે વેક્સિનના બંને જો લઈ ચૂકેલા લોકોમાં સંક્રમણ ફેલાવવાની સંભાવના ઓછી રહે છે.

ADVERTISEMENT
શું કહે છે યૂકેના સ્વાસ્થ્ય સચિવ
સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે કહ્યું કે અમારું વેક્સિનેશન રોલઆઉટ રક્ષાની એક દિવાલ બનાવી રહ્યું છે. તેનો અર્થ એ છે કે પ્રતિબંધોને સાવધાનીથી ઘટાડી શકાય છે. આ સાથે પસંદગીની ચીજો પર પણ પરત આવી શકાય છે પણ સતર્ક રહેવાની જરૂર છે અને વાયરસ સાથે રહેતા શીખી લેવાની જરૂર છે.
કોરોનાના દરેક વેરિઅન્ટના વિરોધમાં અસરકારક છે વેક્સિન
મળતી માહિતિ અનુસાર ફાઈઝરની વેક્સિન 96 ટકા પ્રભાવી છે. એસ્ટ્રાજેનેકા વેક્સિનના બંને ડોઝ બાદ 92 ટકા પ્રભાવ જોવા મળે છે. પીએચઈનું અનુમાન છે કે ઈંગ્લેન્ડમાં વેક્સીનેશનને 22 મિલિયન સંક્રમણને અને 52600ને એડમિટ થવાથી અને 35200થી 60000 મોતને રોક્યા છે. રિઝલ્ટથી એ વાત પણ સામે આવી છે કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ તેમને કોરોનાની શક્યતા 3 ગણી ઓછી રહે છે. યૂકેના સ્વાસ્થ્ય સેવાના અુસાર 16 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
India reports 44,643 new #COVID19 cases, 41,096 recoveries and 464 deaths in the last 24 hours, as per the Union Health Ministry
— ANI (@ANI) August 6, 2021
Active cases: 4,14,159
Total recoveries: 3,10,15,844
Total vaccination: 49,53,27,595 pic.twitter.com/nePjKXAqvv
ADVERTISEMENT
શું છે ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના એક દિવસના નવા કેસમાં વધારો થયો છે. આ સાથે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 45 હજાર 001 નોંધાયા છે તો દેશમાં 40 હજાર 897 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા હોવાનું સામે આવ્યું છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 465ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 8 હજાર 271, તો કુલ કેસ 3 કરોડ 18 લાખ 55 હજાર 783 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 10 લાખ 8 હજાર 124 પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 26 હજાર 785 થયો છે.
ADVERTISEMENT
કેટલું થયું છે વેક્સિનેશન
ભારતમાં ગુરુવાર સુધીમાં વેક્સિનના 49 કરોડથી વધુ ડોઝ અપાયા છે. મળતી માહિતી અનુસાર કુલ 50.29 લાખથી વધારે ડોઝ અપાયા છે. મંત્રાલયના અનુસાર 24 કલાકમાં 18-44 વર્ષના 27,26,494 લોકોને પહેલો ડોઝ અને 4,81,823 લોકોને બીજો ડોઝ અપાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.