ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / People said these things to the leaders who go to campaign for BJP-Congress

જાકારો / ભાજપ-કોંગ્રેસ અહીં મત લેવા નીકળ્યાં તો ભોઠાં પડ્યાં, નાગરિકોએ સામે આ સમસ્યાઓ યાદ અપાવી

Published By: Shyam

Last Updated: 04:54 PM, 11 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટરના માધ્યમથી લોકો પૂછી રહ્યા છે કે, 5 વર્ષ અમે યાદ ન આવ્યા, કોંગ્રેસી કરો અમને માફ. જેવા સૂત્રો પણ જોવા મળે છે.

ADVERTISEMENT

  • રાજ્યમાં જામ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
  • તક્ષશિલા અગ્નિકાંડના ફોટો સાથે થઇ રહી છે પોસ્ટ
  • સરસપુરમાં કોંગ્રેસના ઉમેદવારોને મળી રહ્યો છે જાકારો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ શહેરની ગલી-ગલીએ પોસ્ટર અને પત્રિકાઓ લઈને પહોંચી રહ્યા છે. ત્યારે ચૂંટણીના પ્રચારમાં મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરસપુરમાં કોંગ્રેસના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. પોળના પ્રવેશદ્વાર પર જ પોસ્ટર લગાવી કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટર લગાવી પોળમાં ન પ્રવેશવા કોંગ્રેસના ઉમેદવારને અનુરોધ કરાયો છે. પોસ્ટરના માધ્યમથી લોકો પૂછી રહ્યા છે કે, 5 વર્ષ અમે યાદ ન આવ્યા, કોંગ્રેસી કરો અમને માફ. જેવા સૂત્રો પણ જોવા મળે છે. 

તો આ તરફ સુરતમાં ચૂંટણી સમયે સોશિયલ મીડિયા વોર પણ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટથી રાજકીય પક્ષો મુંઝવણમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણીમાં વિરોધ અને વિકાસ વચ્ચે તક્ષશિલા અગ્નીકાંડ મુદ્દો ઉછળ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડના ફોટો સાથે પોસ્ટ થઈ રહી છે. જો કે, આ પોસ્ટમાં કોઈ પાર્ટીનો વિરોધ નહીં અને કોઈની તરફેણ પણ નથી.પણ અગ્નીકાંડની ઘટનાને લઈ ભાજપના મેયરની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. 

ચૂંટણી પ્રચારમાં પાર્ટીઓનો બહિષ્કાર

મહીસાગરના ખાનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિકાસના કામોને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.  ખાનપુરના બાકોર ગામના લોકો દ્વારા રસ્તા અને પાણીની માગણી સરકારમાં અનેકવાર કરવા છતાં કામ ન થતા લોકોમાં રોષ છે. જેને ચૂંટણીમાં બહિષ્કાર કરીને ઠાલવી રહ્યા છે.  ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી રાજકીય લોકોને આવવાની મનાઈ ફરમાવી દેવાઈ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad congress local body election 2021 અમદાવાદ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી Ignore

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ