ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધવા પતિએ મેડિકલ સ્ટોરમાંથી ખરીદ્યો કોન્ડોમ, તરત પત્નીને જાણ થઈ, કેવી રીતે?

અજીબ / ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધવા પતિએ મેડિકલ સ્ટોરમાંથી ખરીદ્યો કોન્ડોમ, તરત પત્નીને જાણ થઈ, કેવી રીતે?

Published By: Hiralal Parmar

Last Updated: 08:22 AM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના બાકી પેમેન્ટને કારણે એક પતિનું લફરુ ઉઘાડું પડી જતાં પત્નીએ છૂટાછેડા લઈ લીધા હતા.

ADVERTISEMENT

ગર્લફ્રેન્ડ સાથે સંંબંધ બાંધવા એક પતિએ મેડિકલ સ્ટોરમાંથી કોન્ડોમ ખરીદ્યો પરંતુ જોવાની વાત એ છે કે જેવો પતિએ કોન્ડોમ ખરીદ્યો કે તરત પત્નીને ખબર પડી ગઈ હતી જે પછી ખરુ બન્યું હતું.

શું બન્યું

ચીનના ગુઆંગડોંગ પ્રાંતના યાંગજિયાંગ શહેરમાં એક વિચિત્ર ઘટના બની , જેણે એક પુરુષનું લગ્નજીવન બરબાદ કરી નાખ્યું એટલું જ નહીં, પણ સોશિયલ મીડિયા પર લોકોને 'LOL' ક્ષણ પણ આપી. આ મામલો ખૂબ જ ગંભીર છે, પરંતુ તેમાં ઘણી રમૂજ પણ છે. હકીકતમાં એક પુરુષ પોતાના લગ્નજીવનની બહાર ગુપ્ત રીતે 'પ્રેમ સંબંધ' બનાવી રહ્યો હતો. અને આ ગુપ્ત સંબંધને સુરક્ષિત રાખવા માટે, તેણે દવાની દુકાનમાંથી ગર્ભનિરોધક ગોળીઓ ખરીદવાનું નક્કી કર્યું. કિંમત? ફક્ત 15.8 યુઆન (લગભગ 200 રૂપિયા) પરંતુ કહેવાય છે ને બહુ ડાયા બહુ ખરડાય છે તેવી રીતે આ શખ્સે ગમે તેટલી સાવધાની રાખી છતાં પણ તેની પોલ ખુલી ગઈ હતી.

દુકાનદારે પત્નીને ફોન કરીને કોન્ડોમ-ગોળીના પૈસા માગ્યા

હકીકતમાં પોતાનું બહારનું લફરુ છુપાવવા માટે એક પતિએ દવાની દુકાનમાંથી ગર્ભનિરોધક ગોળીઓ અને કોન્ડોમ ખરીદ્યાં અને તેનું બિલ ઓનલાઈન ચુકવતો હતો પરંતુ એક દિવસ અચાનક 'ચુકવણી નિષ્ફળ - સિસ્ટમ ભૂલ' નો મેસેજ આવ્યો. અને આથી દુકાનદારે તરત તેના ઘેર ફોન જોડ્યો અને ફોન નંબર તેની પત્નીને જ લાગ્યો અને જ્યારે દુકાનદારે કહ્યું- મેડમ કોન્ડોમ અને ગોળીઓનું પેમેન્ટ તમારા નંબર પરથી બાકી છે. કૃપા કરીને તેને હાલ જ ચુકવો. આ પછી પત્નીએ કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ અને તરત ઘરમાં હડકંપ મચ્યો હતો અને પત્નીએ તેના પતિ સાથે મોટો ઝગડો કર્યો, વાત છેક છુટાછેડા સુધી આવી પહોંચી છે.

પતિએ દુકાનદાર સામે કેસ કર્યો

આ ઘટના બાદ પતિએ દુકાનદાર સામે કેસ કર્યો છે. પતિનું કહેવું છે દુકાનદારે તેની પ્રાઈવેસી તોડી છે. હાલમાં મામલો કોર્ટમાં છે અને ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. પત્નીએ પતિ પર લફરાબાજનો આરોપ લગાવીને છૂટાછેડા માગ્યા છે.

યૂઝરે મજા લીધી- 200 બચાવ્યા પણ લાખોના લગ્ન દાવ પર

આ ઘટના પછી ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ ખૂબ મજા લઈ રહ્યાં છે. કોઈએ લખ્યું, "ભાઈ સાહેબ, ગોળીઓ પર 200 રૂપિયા બચાવ્યા, પણ લાખોના લગ્ન દાવ પર લાગ્યા." જ્યારે કોઈએ કટાક્ષ કર્યો, "જો તમારે છેતરપિંડી કરવી જ હોત, તો ઓછામાં ઓછું તમારે ચુકવણી કરતી વખતે બેલેન્સ તો ચેક કરવું જોઈતું હતું!" આવા કૌભાંડો પહેલા પણ થયા છે આ પહેલી વાર નથી જ્યારે આ રીતે લગ્નેત્તર સંબંધોનો ખુલાસો થયો હોય.

વધુ વાંચો : VIDEO : કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ કેટલું ભીષણ હતું? છોકરો પહોંચી ગયો 5000 વર્ષ પાછળ, જુઓ નજારો

પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે પકડ્યો

થોડા દિવસો પહેલા જ એક ચીની મહિલાએ તેના પતિના ભાડાના ફ્લેટમાં ગુપ્ત રીતે એક છુપાયેલ કેમેરો લગાવ્યો હતો. પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે ત્યાં રહેતો હતો. મહિલાએ વીડિયો ઓનલાઈન અપલોડ કરીને બધાને સત્ય બતાવ્યું. જોકે પછીથી કોર્ટે મહિલાને વીડિયો ડિલીટ કરવાનો આદેશ આપ્યો, પરંતુ ગર્લફ્રેન્ડને કોઈ વળતર કે માફી મળી નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

china

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ