ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / જયરાજસિંહના સિંહાસનના પાયા હલાવનાર જીગીષા પટેલ AAP સાથે જોડાયા

રાજનીતિ / જયરાજસિંહના સિંહાસનના પાયા હલાવનાર જીગીષા પટેલ AAP સાથે જોડાયા

Published By: Pravin Joshi

Last Updated: 01:58 AM, 31 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલની રાજનીતિમાં બદલાવની હવામાં હવે વધુ તેજી આવી છે. પાટીદાર સમાજના જાણીતા ચહેરા જીગીષા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરી છે.

ADVERTISEMENT

ગોંડલ સહિત સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયમાં પોતાની આગવી ઓળખ ધરાવતા જીગીષા પટેલ બુધવારે આમ આદમી પાર્ટી (AAP) સાથે સત્તાવાર રીતે જોડાયા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેમને AAPનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

જીગીષા પટેલે જણાવ્યું હતું કે, હું વર્ષોથી સમાજ માટે લડી રહી છું. વડીલોનું કહેવું હતું કે જનસેવાનું કામ રાજકારણમાં વધુ સારી રીતે થઈ શકે. તે કારણે મેં AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. જીગીષા પટેલ પાટીદાર સમાજની કુર્મી સેનાની મહિલા અધ્યક્ષ છે અને સમાજના મુદ્દાઓને લઈને તેઓ સક્રિય અભિયાન ચલાવતા રહે છે. ગોંડલમાં અલ્પેશ કથેરિયા સાથે મળીને તેમણે સ્થાનિક રાજનીતિમાં મજબૂત હાજરી દર્શાવી, જેનાથી AAPને પાટીદાર મતબેંકમાં નવો લાભ મળવાની શક્યતા વધી છે.

આ પણ વાંચો : લીલી પરિક્રમા પર વરસાદનું સંકટ, તંત્રના નિર્ણયની રાહમાં અન્નક્ષેત્ર સંચાલકો, તો શું રદ્દ થશે ?

એક તરફ ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં AAPનું મહાસંમેલન યોજાય છે ત્યારે જ આ જોડાણને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માને ગુજરાતમાં પ્રવેશ કરતાં જ કહ્યું કે, 37 વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતો સામે અન્યાય કર્યો હતો અને એ જ ભૂલ હવે ભાજપ કરી રહી છે. ખેડૂતોનો સાચો અવાજ હવે AAP બનશે. ગોંડલની રાજનીતિમાં આ વિકાસને AAPનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે, જે આવતા સમયમાં સ્થાનિક રાજકીય સમીકરણોને બદલતા જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jigisha Patel Joins AAP JigishaPatel AAPGujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ