ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લીલી પરિક્રમા પર વરસાદનું સંકટ, તંત્રના નિર્ણયની રાહમાં અન્નક્ષેત્ર સંચાલકો, તો શું રદ્દ થશે ?

જુનાગઢ / લીલી પરિક્રમા પર વરસાદનું સંકટ, તંત્રના નિર્ણયની રાહમાં અન્નક્ષેત્ર સંચાલકો, તો શું રદ્દ થશે ?

Published By: Priykant Shrimali

Last Updated: 05:49 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Girnar Parikrama : જંગલ વિસ્તારના અનેક માર્ગો વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયા છે, જેના પરિણામે તંત્ર દ્વારા સલામતીના હેતુસર આ તબક્કે વાહનોને રોકી રાખવામાં આવ્યા

ADVERTISEMENT

Girnar Parikrama : જૂનાગઢની ગિરનાર પર્વતની પ્રસિદ્ધ લીલી પરિક્રમા પર આ વર્ષે કમોસમી વરસાદે વિઘ્ન ઉભું કર્યું છે. સતત વરસાદના કારણે પરિક્રમાનો કેટલોક માર્ગ ધોવાઈ ગયો છે, જેના કારણે તંત્ર દ્વારા હાલ પરિક્રમા રૂટ પર અન્નક્ષેત્રના વાહનોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી.

દર વર્ષે જેમ અન્નક્ષેત્ર સંચાલકો પરિક્રમાના ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ કરે છે, તે રીતે આ વર્ષે પણ વિવિધ અન્નક્ષેત્રો દ્વારા સામાન ભરીને વાહનો તૈયાર રાખવામાં આવ્યા છે. પરંતુ રસ્તાની હાલત ખરાબ હોવાથી તંત્રના નિર્ણયની રાહ જોવી પડી રહી છે. અન્નક્ષેત્રના સંચાલકો જણાવી રહ્યા છે કે, શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે માટે તમામ આયોજન પૂરું કરી લેવામાં આવ્યું છે પરંતુ તંત્ર તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરી શકાશે.

મળતી માહિતી મુજબ જંગલ વિસ્તારના અનેક માર્ગો વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયા છે, જેના પરિણામે તંત્ર દ્વારા સલામતીના હેતુસર આ તબક્કે વાહનોને રોકી રાખવામાં આવ્યા છે. તંત્ર 31 ઑક્ટોબર બાદ માર્ગોનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલ અન્નક્ષેત્ર સંચાલકો, સેવાભાવી સંસ્થાઓ અને શ્રદ્ધાળુઓ સૌ કોઈ તંત્રના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાળ બનીને વરસશે વરસાદ, અતિભારે વરસાદની આગાહી

લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ અને ઇતિહાસ

ગિરનાર પર્વત પર યોજાતી લીલી પરિક્રમા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે અતિ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા મુજબ આ પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. પરિક્રમાનો માર્ગ લગભગ 36 કિલોમીટરનો છે, જે જંગલ, પહાડ અને નદીના કિનારા પરથી પસાર થાય છે. આ પરિક્રમાને “પ્રકૃતિ અને પરમાત્માની એકતા”નું પ્રતિક માનવામાં આવે છે. ઇતિહાસ પ્રમાણે આ પરિક્રમાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ સહિતના અનેક ગ્રંથોમાં મળે છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પરિક્રમા માટે ગિરનાર પર્વત પર પહોંચે છે. ભક્તિ, સેવાભાવ અને સંયમનો આ ઉત્સવ માત્ર ધાર્મિક નહીં, પરંતુ સાંસ્કૃતિક મિલનનો પણ પ્રતીક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Green Parikrama Junagadh Unseasonal Rains

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ