ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આગામી 4 દિવસ કાળ બનીને વરસશે વરસાદ, અતિભારે વરસાદની આગાહી

હવામાન આગાહી / ગુજરાતમાં આગામી 4 દિવસ કાળ બનીને વરસશે વરસાદ, અતિભારે વરસાદની આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 06:11 AM, 31 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Rain Forecast : હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ ?

ADVERTISEMENT

IMD Rain Forecast : ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં સતત કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે હવે ફરી 4 દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વરસાદ સાથે થન્ડરસ્ટોર્મ (વીજળી અને ગાજવીજ સાથે વરસાદ)ની પ્રવૃત્તિ પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ તરફ અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, કારણ કે સમુદ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. સુરક્ષા હેતુસર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે હવામાન વિભાગે નાગરિકોને અતિ જરૂરી ન હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવા અને હવામાનની માહિતી પર નજર રાખવા અપીલ કરી છે.

ગઇકાલે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી 116 તાલુકામાં વરસાદ

રાજ્યભરમાં કારતક મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો છે. આ તરફ રાજ્યમાં ગઇકાલે ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠંડીની ઋતુની શરૂઆત પહેલાં જ વાતાવરણ ભીની ઠંડકથી તરબતર થઈ ગયું હતું. હવે જો આપણે વરસાદના આંકડા પર નજર કરીએ તો મહુવામાં 3.11 ઈંચ, હાંસોટ અને તળાજામાં 2.13 ઈંચ જ્યારે ગાંધીનગરમાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો હતો. પાલીતાણા, કડી, ડેસર, ઓલપાડ, સિહોર અને રાજુલા સહિતના વિસ્તારોમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાતા લોકો ચકિત થઈ ગયા હતા.

ગાંધીનગરમાં ધોધમાર વરસાદથી સચિવાલય સુધી પાણી

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સચિવાલય પરિસર પણ વરસાદી પાણીમાં તરબતર થઈ ગયો હતો. અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીની નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પણ થોડીવાર માટે પ્રભાવિત થયો હતો.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ભાંખલ, મણાર, ત્રાપજ, સોસીયા, અલંગ, માંડવા અને જસપરા ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, કેળા અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. અનેક ખેતરોમાં પાક બગડવાની સ્થિતિ સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનુ માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat Rain : કારતકમાં અષાઢી માહોલ, રાજ્યના 116 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી

સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ

ઉત્તર ગુજરાતના વડાલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પથંકથી લઈ શહેરી વિસ્તાર સુધી વરસાદી માહોલ છવાઈ ગયો હતો. પાક તૈયાર થવાના ટાણે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકોમાં નુકસાન થવાની શક્યતા છે. નોંધનીય છે કે, ઠંડીની ઋતુની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસતા જનજીવન પર પણ અસર પડી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ અને ઉત્તર ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unseasonal rain weather forecast Rain forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ