બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Rain : કારતકમાં અષાઢી માહોલ, રાજ્યના 116 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી

હવામાન / Gujarat Rain : કારતકમાં અષાઢી માહોલ, રાજ્યના 116 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી

Priykant Shrimali

Last Updated: 04:22 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Unseasonal Rain : રાજ્યભરમાં કારતક મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો, આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 116 તાલુકાઓમાં વરસાદ, ઠંડીની ઋતુની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસતા જનજીવન પર પણ અસર

Gujarat Unseasonal Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રાજ્યભરમાં કારતક મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો છે. આ તરફ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠંડીની ઋતુની શરૂઆત પહેલાં જ વાતાવરણ ભીની ઠંડકથી તરબતર થઈ ગયું હતું. આ સાથે ગાંધીનગર, સાબરકાંઠા અને ભાવનગર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી 116 તાલુકામાં વરસાદ

હવે જો આપણે વરસાદના આંકડા પર નજર કરીએ તો મહુવામાં 3.11 ઈંચ, હાંસોટ અને તળાજામાં 2.13 ઈંચ જ્યારે ગાંધીનગરમાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો હતો. પાલીતાણા, કડી, ડેસર, ઓલપાડ, સિહોર અને રાજુલા સહિતના વિસ્તારોમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાતા લોકો ચકિત થઈ ગયા હતા.

ગાંધીનગરમાં ધોધમાર વરસાદથી સચિવાલય સુધી પાણી

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સચિવાલય પરિસર પણ વરસાદી પાણીમાં તરબતર થઈ ગયો હતો. અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીની નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પણ થોડીવાર માટે પ્રભાવિત થયો હતો.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ભાંખલ, મણાર, ત્રાપજ, સોસીયા, અલંગ, માંડવા અને જસપરા ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, કેળા અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. અનેક ખેતરોમાં પાક બગડવાની સ્થિતિ સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનુ માહોલ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ

ઉત્તર ગુજરાતના વડાલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પથંકથી લઈ શહેરી વિસ્તાર સુધી વરસાદી માહોલ છવાઈ ગયો હતો. પાક તૈયાર થવાના ટાણે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકોમાં નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો : ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવીની થઇ શકે છે ધરપકડ, માનસી પારેખ પણ ભાન ભૂલ્યા, પ્રોડ્યુસરે તો હાથ જ ખંખેર્યા

નોંધનીય છે કે, ઠંડીની ઋતુની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસતા જનજીવન પર પણ અસર પડી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ અને ઉત્તર ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unseasonal rain Gujarat rain rain forecast
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ