બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / અમદાવાદના સમાચાર / ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવીની થઇ શકે છે ધરપકડ, માનસી પારેખ પણ ભાન ભૂલ્યા, પ્રોડ્યુસરે તો હાથ જ ખંખેર્યા
Last Updated: 02:41 PM, 30 October 2025
Misri Film Promotion Stunt Controversy: અમદાવાદ પોલીસે ફિલ્મ પ્રમોશન દરમિયાન કરવામાં આવેલા સ્ટંટની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા કલાકાર એવા ટિકુ તલસણિયા અને પ્રેમ ગઢવી પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. ત્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી અને જાણીતી સિંગર માનસી પારેખ સામે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ત્યારે પોલીસની નીતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ કલાકારો સાયન્સ સિટી રોડ પર રાતના સમયે બાઇક પર પુર ઝડપે ફિલ્મના પ્રમોશન માટે સ્ટંટ કરતાં નજર આવ્યા હતા.
ADVERTISEMENT
જો કે આ બધામાં મુખ્ય આંખે ઉડીને આવતી વાત એ છે કે આ વિડીયોમાં સ્પષ્ટપણે અભિનેત્રી માનસી પારેખ પણ સ્ટંટ કરતી જોઈ શકાય છે આમ છતાં તેના વિરુધ્ધ કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાને લીધે કાયદાકીય કાર્યવાહીમાં પોલીસે ભેદભાવભરી નીતિ અપનાવી હોય તેવું જણાઇ રહ્યું છે. કારણ કે બાઇક દ્વારા સ્ટંટ કરતા ટિકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, બાઇક રાઇડર જેસલ જાડેજાની સામે તો ફરિયાદ નોંધાઇ છે.પરંતુ બાઇક પાછળ ઉભા રહીને સ્ટંટ કરતી અભિનેત્રી માનસી પારેખ સામે કોઇ કાર્યવાહી કરી નથી..જેને લઇને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

ADVERTISEMENT
આ મુદ્દે જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોનીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આ સ્ટંટ ફિલ્મના પ્રમોશન માટે કરાયો હોવાની વાતને નકારી કાઢી હતી. તેમનું કહેવું છે કે ફિલ્મના પ્રમોશન માટે આવા કોઈ પણ પ્રકારના સ્ટંટ તેમણે કરાવ્યા નથી. આટલું જ નહિ પણ વધુમાં સ્ટાર્સની આ હરકતને જાણે છાવરતા હોય તેમ તેમણે બચાવમાં કહ્યું હતું કે મોડી રાતના સમયે જ્યારે તેઓ બાઇક પર નીકળ્યા હતા ત્યારે રસ્તા પર કોઈ વાહનચાલક હતું નહિ. અને આ ઉપરાંત પણ પોતાનો જાણે બચાવ કરતાં હોય તેમ તેમણે તે વિડીયો પણ પ્રોડકશન હાઉસને બદલે અભિનેતાએ વ્યક્તિગત રીતે ઉતાર્યો હોવાનું કહ્યું હતું. વધુમાં લૂલો બચાવ કરતાં સંજય સોનીએ કોઈનો જીવ જોખમમાં મૂકીને આ સ્ટંટ કર્યા હોવાનો સાફ ઇનકાર કર્યો હતો. સંજય સોનીના નિવેદન મુજબ આ સ્ટંટ રાતના 11:30 વાગ્યા પછી ટિકુ તલસણિયા અને બાઇક રાઈડર્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ગુજરાતી ફિલ્મ મિસરીના પ્રમોશન દરમિયાન અભિનેતાઓએ કાયદાની ધજાગરા ઉડાવી દીધી. ફિલ્મના કલાકારોએ જાહેર રોડ પર જોખમી રીતે બાઈક પર સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતાં પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે બાઈક નંબર GJ 24 AA 1275 અને GJ 01 A 1121 સહિતના વાહનોની ઓળખ કરી ગુનો નોંધ્યો છે. એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.

ADVERTISEMENT
ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતા ટીકુ તલસાણીયા, કલાકાર પ્રેમ ગઢવી અને બાઈક રાઇડર જેસલ જાડેજા જાહેર રસ્તા પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ ત્રણેયની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફિલ્મ પ્રોડ્યુસર સંજય સોનીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. પોલીસે અભિનેત્રી માનસી પારેખ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે તે હેલ્મેટ વગર બાઈક પાછળ ઊભી રહી સ્ટંટ કરતી જોવા મળી હતી.
વધુ વાંચો: માનસી પારેખથી લઇને...! ફિલ્મ પ્રમોશનમાં ભાન ભૂલેલા ગુજરાતી સ્ટારકાસ્ટ વિવાદમાં, જુઓ જોખમી સ્ટંટ
ADVERTISEMENT

ગુજરાતી ફિલ્મ મિસરીના પ્રમોશન માટે કરાયેલા આ સ્ટંટથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સ્પષ્ટ થયું છે. અમદાવાદ પોલીસે VTNEWSના અહેવાલની નોંધ લઈને તાત્કાલિક પગલાં લીધાં છે. એ-ટ્રાફિક અને એ-ડિવિઝન પોલીસે મળીને આ ઘટનાની તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ ચર્ચા જગાવી છે કે ફિલ્મ પ્રમોશનના નામે કાયદાને અવગણવું જોખમી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા કલાકારો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી છે. A ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્ટંટબાજ ફિલ્મ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી કરી શરૂ કરી છે અને A ટ્રાફિક પોલીસ દ્વારા તેમની કાયદેસરની ધરપકડ કરાશે તેમ જણાવાયું છે. જો કે આ મુદ્દે અભિનેતા ટિકુ તલસણિયા અને પ્રેમ ગઢવી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પરંતુ બંને જણાએ હાલ આ અંગે મીડિયા સામે કોઈ પણ નિવેદન આપવાની ના અપડી હતી. જો કે પોલીસ સામે તેમનું નિવેદન નોંધ્યા પછી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.