ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / અમદાવાદના સમાચાર / માનસી પારેખથી લઇને...! ફિલ્મ પ્રમોશનમાં ભાન ભૂલેલા ગુજરાતી સ્ટારકાસ્ટ વિવાદમાં, જુઓ જોખમી સ્ટંટ
Last Updated: 11:14 AM, 30 October 2025
ADVERTISEMENT
Gujarati Film Promotion Stunt: ગુજરાતમાં હાલ ગુજરાતી ફિલ્મોનો દોર પુરવેગે ચાલ્યો છે. લગભગ દર શુક્રવારે એક ગુજરાતી ફિલ્મ થિયેટરમાં રીલીઝ થાય છે. આવતીકાલે 31 ઓકટોબરના રોજ વધુ એક ગુજરાતી ફિલ્મ 'મિસરી' રીલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે.
ADVERTISEMENT
કોઈપણ ફિલ્મ રીલીઝ થાય એટલે તે ફિલ્મના સ્ટાર્સ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે અવનવા પ્રયોગ કરતાં હોય છે. મઆતર બૉલીવુડ સ્ટાર્સ જ નહીં પણ હવે તો ગુજરાતી ફિલ્મના સ્ટાર્સ પણ પોતાની ફિલ્મને રીલીઝ પ્રમોટ કરવા માટે અવનવા પ્રયોગ અને પેંતરા અપનાવે છે. આવતીકાલ એટલે કે 31 ઓકટોબરના રોજ ખૂબ જાણીતા કલાકાર એવા ટિકુ તલસણિયા, માનસી પારેખ અને રોનક કામદારની ફિલ્મ 'મિસરી' રીલીઝ થઈ રહી છે. અને હાલ આ ત્રણેય સ્ટાર્સ છેલી ઘડી સુધી તેમની ફિલ્મને પ્રમોટ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે તેમના ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે આ કલાકારોએ અમદાવાદના રસ્તા પર બાઇક પર સ્ટંટ કરીને પ્રમોશન કરવાનું નક્કી કર્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ પોલીસે આ વાતની નોંધ લીધી હતી. અને હવે અમદાવાદ પોલીસે આની સામે કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
પણ અંહિયા મુખ્ય વાત એ છે કે આ કલાકારો પોતાની ફિલ્મને પ્રમોટ કરવાના ચક્કરમાં તમામ ટ્રાફિકના નિયમ અને સુરક્ષાને નેવે મૂકીને સ્ટંટ કરતાં જોવા માળીયા હતા. એક્ટ્રેસ અને સિંગર માનસી પારેખ બાઇક ઉપર સવાર હતા અને તે પણ હેલમેટ પહેર્યા વગર, અને વગર હેલ્મેટે તે ફૂલ સ્પીડમાં ચાલતી બાઇક પર સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે ફિલ્મ પ્રમોશનની આ કઈ રીત છે? ફિલ્મને પ્રમોટ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર આ ફિલ્મ સ્ટાર્સ આવી રીતે સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તે કેટલા અંશે યોગ્ય છે??? જો આ ફિલ્મ સ્ટાર્સ કે જેમના લાખો ફોલોઅર્સ છે તે જ આ રીતે જાહેરમાં છડેચોક નિયમોનો ભંગ કરશે તો બીજા લોકો તેમની પાસેથી શું શિખશે??
ADVERTISEMENT

આ ફિલ્મ પ્રમોશનનો વિડીયો જોઈને પ્રશ્ન થાય કે ,
ADVERTISEMENT
વધુ વાંચો: રંગીલા રાજકોટને કોની નજર લાગી? શહેરમાં 4 વખત ગેંગવોર, છતાંય પોલીસ કેમ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે?
ADVERTISEMENT

આ વાયરલ વિડીયોમાં માનસી પારેખ ઉપરાંત ટિકુ તલસણિયા પણ જોડાયા હતા. તો સાથે જાણીતા લેખક અને એકટર પ્રેમ ગઢવી પણ હેલમેટ વગર ચાલુ બાઈકે નજર આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.