ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રંગીલા રાજકોટને કોની નજર લાગી? શહેરમાં 4 વખત ગેંગવોર, છતાંય પોલીસ કેમ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે?
Last Updated: 09:24 AM, 30 October 2025
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરમાં એક વાર નહીં પરંતુ ચાર-ચાર વખત ફાયરિંગની ઘટનાઓ બનતાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે. રાજકોટમાં 4 વખત ગેંગવોર થયું. શહેરમાં ખુલ્લેઆમ ફાયરિંગ થતું હોવાને કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
રાજકોટમાં પ્રથમ ફાયરિંગની ઘટના ત્યારે બની હતી જ્યારે જંગલેશ્વર વિસ્તારનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો અને આ દરમિયાન પરેશ ગઢવી અને તેના સાગરિતોએ યુવતીનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. આ પછી સોહેલે પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી હતી. બીજી ઘટના ત્યારબાદ બની જ્યારે પરેશ ગઢવી સહિતના લોકો જેલમાં ગયા હતા. જેલમાંથી છૂટ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં સમીર ઉર્ફ મૂરઘો ગેંગ દ્વારા પરેશ ગઢવી સહિતના લોકો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ત્રીજી ઘટના 15 ઓગસ્ટની આસપાસની છે, જ્યારે પરેશ ગઢવીએ સમીર મૂર્ગાના સાગરિત શાહનવાજ મુસ્તાક ઉપર ફાયરિંગ કર્યું હતું. બંને ગેંગ વચ્ચે જૂની વેરઝેરને કારણે ફાયરિંગ થયું હોવાનું માનવામાં આવે છે. આ પછી હવે તાજેતરમાં જ રાજકોટમાં ચોથી વખત ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે મંગળા રોડ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું.
ADVERTISEMENT
તાજેતરમાં જ રાજકોટ શહેરના મંગળા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. વહેલી સવારે 3.30 વાગ્યે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થયાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, કોના ઉપર કરવામાં આવ્યું સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફાયરિંગ ઘટના બાદ બનાવ સ્થળના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ફાયરિંગ બાદ સમીર ઉર્ફે મુર્ગા ગેંગના સાગરિતો કારતૂસ એકઠાં કરતા જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT
સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ફાયરિંગ ઘટનામાં જૂની અદાવતનો ખાર રાખી પેંડા ગેંગના સાગરિત પરેશ ગઢવી સહિતનાઓએ આવી સમીર ઉર્ફે મુર્ગા ઉપર ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. શહેરમાં સતત થતા ફાયરિંગને કારણે લોકોમાં ચિંતા અને ડરનો માહોલ છે. જોકે શહેરમાં સતત ગેંગવોર જેવી સ્થિતિ અને ખુલ્લેઆમ ફાયરિંગ થતું હોવાને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોમાં સુરક્ષાની ચિંતા વધી રહી છે અને પોલીસની કામગીરી પર પણ આંગળી ઉઠી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સમગ્ર ગુજરાતનાં તમામ નાગરિકો ભલે મરી જાય મને લાંચ આપો પછી જે મોજ પડે તે કરો
ADVERTISEMENT
રાજકોટમાં પૈડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ગેંગવોર ચાલી રહી છે. ત્યારે બંને ગેંગના સાગરિતો સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં ગેંગવોરમાં સામસામે ફાયરિંગના મામલે એ-ડિવિઝન પોલીસ મથકના PSIએ આર્મ એક્ટ સહિત અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ગેંગવોરમાં ફાયરિંગ મામલે 11 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. ભયલો ગઢવી, મોટીયો ઝાલા, મોન્ટુ કોળી, હિમંત ઉર્ફે કાળુ લાંગા (ગઢવી), સમીર ઉર્ફે સંજલો જુણેજા, અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા, શાહનવાઝ ધાડા, સમીર ઉર્ફે મુર્ગો, સોહિલ ચાનિયા, સોહિલ દિવાન, અમન પીપરવાડીયા સામે ફરિયાદ નોંધાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો