બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શું તમારું બાળક પણ વધારે આળસું બનતું જાય છે? તો સમય રહેતા આ રીતે સુધારો
Last Updated: 04:35 PM, 29 September 2025
દરેક માતા–પિતા પોતાના બાળકના સારા ભવિષ્ય માટે પ્રયત્ન કરતા હોય છે.પણ આજકાલ ઘણા બાળકો મોબાઈલમાં રીલ્સ અથવા વીડિયો જોઈને આળસુ બનતા જાય છે.આ આળસ જો સતત વધે, તો બાળક સમયસર હોમવર્ક કે કામ નહીં કરે.
ADVERTISEMENT
આ આદત બાળકોના માનસિક, શારીરિક અને સામાજિક વિકાસને અસર કરી શકે છે.એટલે માતા–પિતાએ સમયસર આ આદત સુધારવી ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT
તમારા બાળકને કઈ વસ્તુમાં રસ છે. ત્યારબાદ તેને એનું ગમતું કામ કરવા માટે પ્રેરિત કરો.જેમ કે, જો તમારા બાળકને ડાન્સ ગમે છે તો તેને ડાન્સ ક્લાસમાં મોકલો.સાથે જ તેને સમજાવો કે અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ વચ્ચે મેનેજ કેવી રીતે કરવું

ADVERTISEMENT
બાળકોને હંમેશા એક્ટિવ રહેવું અને ફિઝિકલ ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણા બાળકો ખૂબ જ સુસ્ત રહે છે અને પોતાનામાં જ ગુમ રહે છે. બાળકોની સુસ્તીના પાછળ ઘણા કારણ પણ હોઈ શકે છે. તમારે તેને ખુશ કરવા માટે કોઈ એવું ફન ટાસ્ક આપવું જોઈએ જેને તે આનંદની સાથે કરી શકે અને મનને ઠીક રાખી શકે. એવી ઘણી એક્ટિવિટી છે જે પોતાના બાળકોને કરાવતા રહેવું જોઈએ.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઘર પર તમારા બાળકોને આ રીતે ભણાવશો, તો નહીં પડે ટ્યૂશનની જરૂર, નોટ કરી લો આ ટિપ્સ
ADVERTISEMENT
તમારે પોતાના બાળકોને હંમેશા પુછતા રહેવું જોઈએ કે તેનું સુસ્ત રહેવા પાછળનું કારણ શું છે. તમારે તેના માટે બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. બાળકોને ફિઝિકલી એક્ટિવ ન રહેવાની મુશ્કેલીને વધારે સારી રીતે સમજી શકાય છે. તમને પોતાના બાળકોને હંમેશા સમય આપવો જોઈએ. તેના માટે આખો દિવસ બાળકને પુછવું જોઈએ જેનાથી તે તમને બધી વાતો સારી રીતે સમજાવી શકે.
ADVERTISEMENT

તમને સવારના સમયે બાળકોને યોગા જેવી વસ્તુઓ કરાવવી જોઈએ. આમ કરવાથી તે હંમેશા એક્ટિવ રહેશે અને ફિઝિકલી પણ ફિટ રહેશે. સાંજે ચાલવા જાઓ, સ્પોર્ટ્સ રમો આમ કરવાથી તે એક્ટિવ રહેશે અને સુસ્તી પણ નહીં લાગે. અભ્યાસમાં પણ તેમનું મન લાગશે. તમારા બાળકોને તમારે કોઈ પણ વસ્તુ માટે ફોર્સ ન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.