બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / pankaj udhas was born in gujarats Jetpur

પંકજ કરી ગયા 'ઉદાસ' / ગુજરાતના ચારણ પરિવારમાં પંકજ ઉધાસનો જન્મ, ભાવનગરમાં ભણ્યાં, કેવી રહી બોલિવુડ સફર

Hiralal

Last Updated: 06:10 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના પ્રસિદ્ધ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું લાંબી બીમારી બાદ મુંબઈમાં 72 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ગુજરાતના જેતપુરમાં જન્મન્યાં હતા.

દેશના પ્રસિદ્ધ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યાં છે. સોમવારે 72 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે મુંબઈમાં દેહ છોડ્યો હતો. તેમના જેવું રત્ન ગુમાવીને ભારતને બહુ મોટી ખોટ પડી છે. પંકજ ઉધાસના કેટલાક ગીતો તો એવા લાજવાબ હતા કે તેમણે સાંભળીને આજે પણ આંખો ભરાઈ આવે, બોલિવુડના મોટા મોટા દિગ્ગજો તેમના ગીતો સાંભળીને આંસુથી છલકાયા હતા. આવો આ મહાન જીવને આવો શ્રદ્ધાંજલિ આપીને તેમના જીવન-કવન વિશે થોડું જાણીએ. 

ગુજરાતના જેતપુરના નવાગઢમાં જન્મ 
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના દિવસે ગુજરાતના જેતપુરના નવાગઢમાં ચારણ પરિવારમાં થયો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાના પંકજ ઉધાસના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે. પંકજ ઉધાસની જેમ તેમના બન્ને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગઝલ ગાયક તરીકે પ્રસિદ્ધ છે. ઘરમાં જ સંગીતનો માહોલ હોવાથી તેમને રુચિ પેદા થઈ હતી જોકે શરુઆતમાં તેઓ તબલ વાદક બનવા માગતા હતા પરંતુ ધીરે ધીરે તેમને ગઝલમાં રસ પડવા લાગ્યો. 

ભાવનગરમાં ભણીને મુંબઈ સ્થાયી 
પંકજ ઉધાસનું શરુઆતનું ભણતર ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યૂટમાંથી થયું હતું. આ પછી તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો અને વધુ અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો.  દાદા ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ હતા અને ભાવગર રાજ્યના દીવાન (મહેસૂલ મંત્રી) હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને તેઓ પ્રખ્યાત વીણા વાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા હતા. 

'એ મેરે વતન કે લોગોં' ગીત માટે મળ્યું 51 રુપિયાનું ઈનામ 
મોટા ભાઈ મનહર ઉધાસ થિયેટર એક્ટર હતા અને આને કારણે તેઓ સંગીતના ક્ષેત્રમા આવ્યાં હતા. તેમણે સૌ પ્રથમ એક થિયેટર ગાયક તરીકે સંગીતની દુનિયામાં પગ મૂક્યો. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમણે સ્ટેજ પર 'એ મેરે વતન કે લોગોં' ગીત ગાયું હતું, જે દર્શકોને ખૂબ જ ગમ્યું હતું અને તેમને ઇનામ તરીકે ₹ 51 આપવામાં આવ્યા હતા. 

કયા કયા સુપરહીટ ગીતો આપ્યાં
પંકજ ઉધાસે આપેલી સુપરહીટ ગીતો અને ગઝલોમાં 'ચિઠ્ઠી આઈ હૈ', ન કજરે કી ધાર, તું ચીજ બડી હૈ મસ્ત વગેરે સહિતના ઘણા ગીતો આપ્યાં છે. તેમના આ ગીતો આજે પણ એટલા તરોતાજા લાગે છે. 

'ચિઠ્ઠી આઈ હૈ' ગીત સાંભળીને રાજ કપૂર રડી પડ્યાં 
પંકજ ઉદાસે નામ ફિલ્મમાં 'ચિઠ્ઠી આઈ હૈ' ગીત ગાયું હતું જે સુપરહીટ સાબિત થયું હતું જે સાંભળીને પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત નિર્માતા, દિગ્દર્શક રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ ગીત સુપરહીટ થશે અને તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ હતી. આ ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જેઓ તેમના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા. એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે આમંત્રણ આપ્યું અને ગીત વગાડ્યું.

પંકજ ઉદાસના ભાઈ મનહર ઉધાસે પણ ઘણા ગીતો આપ્યાં 
ઉલ્લેખનીય છે કે પંકજ ઉદાસના ભાઈ મનહર ઉધાસે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે જેમાં 'રામ લખન'ના 'તેરા નામ લિયા', 'હીરો'ના 'તુ મેરા હીરો હૈ', 'જાન'ના 'જાન ઓ મેરી જાન', 'કુરબાની'ના 'હમ તુમ્હે ચાહતા હૈં ઐસે'થી લઈને 'કર્મા'નો સમાવેશ થાય છે. 

વધુ વાંચો : જ્યારે પંકજ ઉધાસની 'ચિઠ્ઠી આઈ હૈ' ગઝલ સાંભળી રાજ કપૂર રોઈ પડ્યા, તો ફેને બંદૂક બતાવી ગવડાવી ગઝલ, જાણો કિસ્સા

પંકજ ઉદાસને કયા કયા એવોર્ડ મળ્યાં 
પંકજ ઉદાસને 2006માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંગીતની દુનિયામાં ગાયનને અપાતા એવોર્ડ કે.એલ.સાયગલ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 1985થી 2006 સુધી તેમણે ઘણા એવોર્ડ જીત્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

pankaj udhas death pankaj udhas death news પંકજ ઉધાસ ગઝલ ગાયક પંકજ ઉધાસ ગુજરાત જન્મ પંકજ ઉધાસ જેતપુર જન્મ પંકજ ઉધાસ ડેથ પંકજ ઉધાસ ડેથ ન્યૂઝ પંકજ ઉધાસ નિધન મનહર ઉધાસ Pankaj Udhas Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ