બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Pankaj Udhas death raj kapoor cried after listening Chitthi aai he know interesting facts

કિસ્સા / જ્યારે પંકજ ઉધાસની 'ચિઠ્ઠી આઈ હૈ' ગઝલ સાંભળી રાજ કપૂર રોઈ પડ્યા, તો ફેને બંદૂક બતાવી ગવડાવી ગઝલ, જાણો કિસ્સા

Bhavin Rawal

Last Updated: 05:34 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જેતપુરમાં જન્મેલા પંકજજીની ગઝલ ચિટ્ઠી આઈ હૈના જબરજસ્ત કિસ્સાઓ છે, જે ભાગ્યે જ કોઈને ખબર હશે. ક્યારેક ફેને બંદૂક મુકીને ગઝલ ગવડાવી તો રાજકપૂરને રોવડાવ્યા.

જીયો તો જીયે કૈસે... બિન આપ કે.. આજ સુધી જેના અવાજમાં આપણે આ શબ્દો સાંભળતા હતા તે અવાજ હવે કાયમ માટે શાંત થઈ ચૂક્યો છે. પંકજ ઉધાસ... જેમની ગઝલો દરેક શ્રોતાને અસર કરી જાય છે, તેવા આ મશહૂર સિંગરનું આજે નિધન થયું છે. પંકજ ઉધાસને આપણે ઓળખીછીએ 'ચિટ્ઠી આઈ હૈ..' જેવી યાદગાર ગઝલથી. પણ, પંકજજી ક્યારેય આ ગઝલ ગાવા જ નહોતા ઈચ્છતા. જો કે તેમણે આ ગઝલ ગાઈ અને સુપરસ્ટાર રાજ કપૂરે જ્યારે આ ગઝલ સાંભળી તો તેઓ રોઈ પડ્યા હતા.

આ જ ગઝલને લઈને પંકજ ઉધાસજીનો હજી એક કિસ્સો છે, જે ખૂબ ચર્ચાયો છે. પંકજ જીએ આ ગઝલ ગાવાની ના પાડી દીધી, તો તેમના ફેને બંદૂક લમણા પર રાખી દીધી. આખરે પંકજજીએ બંદૂકની ફરમાઈશ પર પોતાની જ લોકપ્રિય ગઝલ સંભળાવવી પડી. પંકજજીના જીવનના આવા કંઈક કિસ્સાઓ છે, જે તેમના ફેન્સને ચોંકાવી દેશે.

ગુજરાતના આ વિસ્તારમાં જન્મ્યા હતા પંકજ ઉધાસ

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસ ગુજરાતી હતા, જેમનો જન્મ 17 મે, 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. પંકજજી ત્રણેય ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર મૂળ રાજકોટના ચરખડી ગામનો વતની હતો. પંકજજીના દાદા જમીનદાર હતા અને ભાવનગર રાજ્યના દીવાન હતા. જ્યારે તેમના પિતા કેશુભાઈ સરકારી નોકરી કરતા હતા. પંકજજીના માતા જીતુબેનને ગીતોનો ખૂબ શોખ હતો, એટલે જ પંકજ જી અને મનહરજી બંનેનો ઝોક સંગીત તરફ રહ્યો. 

Pankaj Udhas
કર્ટસી: પંકજ ઉધાસ ફેસબુક અકાઉન્ટ

પહેલીવાર ગાવાના મળ્યા માત્ર 51 રૂપિયા

સમય હતો ભારત અને ચીન વચ્ચેના યુદ્ધનો. આ યુદ્ધ દરમિયાન જ લતા મંગેશકરજીનું ગીત 'એ મેરે વતન કે લોગો' રિલીઝ થયું હતું અને પંકજજીને આ ગીત ખૂબ ગમ્યુ હતું. તેમણે કોઈની પણ મદદ લીધા વગર આ ગીતને એ જ લય અને સૂરમાં તૈયાર કર્યું. એક દિવસ તેમની સ્કૂલના પ્રિન્સિપલને ખબર પડી કે પંકજજી સારુ ગાય છે, તો તેમને સ્કૂલમાં પ્રાર્થનાની જવાબદારી સોંપી દેવાઈ. આ દરમિયાન પંકજજીના ફળિયામાં જાગરણ હતું, ત્યારે તેમની શાળાના શિક્ષકે પંકજજીને ગીત ગાવાની ફરમાઈશ કરી. પંકજજીએ એ મેરેવતન કે લોગો ગાયું અને સામે બેઠેલા બધાની આંખો ભીની થઈ ગઈ. ગામના લોકોમાંથી એક વ્યક્તિએ ખુશ થઈને તેને 51 રૂપિયાની ભેટ પણ આપી.

 

કામ ન મળ્યું, તો વિદેશ જતા રહ્યા

પંકજજીએ રાજકોટની એક સંગીત એકેડમીમાંથી કોર્સ કર્યો અને કોર્સ બાદ સ્ટેજ શૉ પણ કરતા હતા. પંકજજી પણ પોતાના ભાઈઓની જેમ બોલીવૂડમાં કામ કરવા ઈચ્છતા હતા. આ માટે તેમણે 4 વર્ષનો સંઘર્ષ પણ કર્યો. જો કે તેમને કામ નમળ્યું, જ્યારે એક ગીત મળ્યું, તો ફિલ્મ ફ્લોપ ગઈ. આખરે દુઃખી થઈને તેમણે વિદેશ જવાનો નિર્ણય કર્યો.

'ચિટ્ઠી આઈ હૈ' ગઝલ માટે પાડી હતી ના 

વિદેશમાં પંકજજીની ગાયકી ખૂબ વખણાઈ. આખરે એક્ટર-પ્રોડ્યુસર રાજેન્દ્રકુમાર તેમની ટેલેન્ટથી ઈમ્પ્રેસ થયા. રાજેન્દ્રકુમારના આસિસ્ટન્ટે પંકજજીને ફિલ્મ માટે ગાવાની ઓફર કરી તો પંકજજીએ ના પાડી દીધી. આખરે મનહર ઉધાસે પંકજજી સાથે વાત કર અને રાજેન્દ્રકુમાર અને પંકજજીની મીટિંગ ગોઠવાઈ. બાદમાં પંકજજીએ ગીત ગાયું અને આ ગીત હતું, 'ચિટ્ઠી આઈ હૈ..' આ ગઝલ પંકજજીના કરિયરની સૌથી બેસ્ટ ગઝલમાંની એક છે. રાજેન્દ્ર કુમાર અને રાજ કપૂરની મિત્રતા ગાઢ હતી. રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને પોતાના ઘરે બોલાવ્યા અને પંકજજીએ રેકોર્ડ કરેલી'ચિટ્ઠી આઈ હૈ..' ગઝલ સંભળાવી, તો રાજકપૂર રડવા લાગ્યા. 

બંદૂકની અણીએ ગાવી પડી ગઝલ

ધીરે ધીરે પંકજજીને ગઝલ ગાયકી ગમવા લાગી, અને તેઓ ઉર્દુ પણ શીખ્યા. એક સ્ટેજ પર્ફોમન્સ દરમિયાન જ્યારે પંકજજી ચિટ્ઠી આઈ હૈ ગઝલ 4-5 વાર ગાઈ ચૂક્યા હતા, ત્યારે જ એક દર્શકે હજી વધુ વાર આ ગઝલની ફરમાઈશ કરી. પંકજજીને તેમની ડિમાન્ડ યોગ્ ન લાગી અને તેમણે ગાવાની ના પાડી દીધી. ઓડિયન્સમાં બેઠેલો આ વ્યક્તિ એટલો ભડક્યો કે તેમણે બંદૂક કાઢી લીધી. ડરી ગયેલા પંકજજીએ ફરી એકવાર આ જ સ્ટેજ શોમાં 'ચિટ્ઠી આઈ હૈ..' ગઝલ ગાઈ.

વધુ વાંચો:  'ન કજરે કી ધાર, ચાંદી જૈસા રંગ હૈ તેરા..' પંકજ ઉધાસના કંઠે ગવાયેલા આ ગીતો અમર રહેશે

પંકજજીએ 11 ફેબુઆરી 1982ના રોજ ફરીદાજી સાથે લગ્ન કર્યા હતા. બંને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં પહેીલવાર મળ્યા હતા. આ સમયે પંકજજી ગ્રેજ્યુએશન કરતા હતા અને ફરીદા એર હોસ્ટેસ હતી. બંને પ્રેમમાં પડ્યા. જો કે, પંકજજીના પરિવારમાં કોઈ આ લગ્નના વિરોધમાં નહોતું. પરંતુ ફરીદાના ઘરે આ સંબંધ કોઈને મંજૂર નહોતો. આખરે ફરીદાના કહેવા પર પંકજજીએ તેમના પિતા સાથે મુલાકાત કરી અને વાતો વાતોમાં આખા પરિવારને પોતાનો બનાવી લીધો. બાદમાં બંનેએ લગ્ન કર્યા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ