બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતનું એવું ગામ જે બે રાજ્યોમાં છે વહેંચાયેલું, અડધું પાલઘર તો અડધું વલસાડમાં કરશે મતદાન

અજબ ગજબ / ગુજરાતનું એવું ગામ જે બે રાજ્યોમાં છે વહેંચાયેલું, અડધું પાલઘર તો અડધું વલસાડમાં કરશે મતદાન

Last Updated: 01:59 AM, 3 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું જ એક ગામ છે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામનું ગોવાડા ગામ. આ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકોનો મતદાન અલગ અલગ રાજ્યમાં આવે છે.

ગુજરાતનું એક ગામ જે બે ભાગમાં અને બે રાજ્યમાં વહેંચાયેલું છે. અને જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ ગામની ચર્ચા જરૂરથી થાય છે. કારણ કે, આ ગામમાં બે અલગ-અલગ તબક્કામાં મતદાન યોજાય છે અને મતદારો પણ બે ફાટામાં વહેંચાઈ જાય છે.

અજબ ગજબ ગુજરાત

ગઇકાલે ગુજરાતનો સ્થાપના દિવસ હતો. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છુટું થયું અને અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. જોકે એને વર્ષો વિતી ગયા છતાં આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની હદનો કેટલીક જગ્યાએ ગૂંચવણ ઊભી થઈ રહી છે. એવું જ એક ગામ છે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામનું ગોવાડા ગામ. આ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકોનો મતદાન અલગ અલગ રાજ્યમાં આવે છે.

આ ચૂંટણીમાં પણ કેટલાક લોકો ગુજરાતમાં વલસાડ બેઠક માટે મતદાન કરશે તો કેટલાક લોકો મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે.

ગોવાડા ગામ બે રાજ્યો વહેંચાયેલું છે

સરહદને લઈને ગોવાડા ગામના લોકો વર્ષોથી પરેશાન છે. મોટા ભાગના ગામમાં સુવિધાઓ ગુજરાત સરકાર પુરી પાડે છે.. છતાં સરહદને લઈને અનેક પરિવારોને ગુજરાત સરકારની યોજનાઓનો લાભ નથી મળતો. ગોવાડા ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા એક જ શેરીના લોકો મતદાન વખતે વહેંચાઈ જાય છે. કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક વખતે સાતમી તારીખે મતદાન કરશે તો તેમના જ કેટલાક પડોશીઓ ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે. આમ એક જ ફળિયામાં રહેતા બે પડોશીઓ માટે મતદાન વખતે ન માત્ર લોકસભાની બેઠક પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે. આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ગુજરાતની મળે છે. પરંતુ અહીં હજુ પણ કેટલાક એવા પરિવારો છે જેમનું મતદાન મહારાષ્ટ્રમાં છે.

વાંચવા જેવું: VIDEO: 18 મીટર સુધી હાઈ-વે ધસી ગયો,48 લોકોના મોત, ભારતના પાડોશી દેશ ચીનમાં આફત

જોકે આ સરહદી વિવાદ તો વર્ષોથી ચાલ્યો આવે છે. અને તેનું નિવારણ ભવિષ્યમાં ક્યારે આવે છે તે પણ ખબર નથી.. પરંતુ હાલ તો એજ સ્થિતિ છે કે, આ ગામના લોકો બે રાજ્યની વચ્ચે વર્ષોથી સરહદને લઈને ફસાયેલા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ