બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Pakistani ranger video viral during beating retreat at Wagah border

VIDEO / જોશમાં ને જોશમાં પાકિસ્તાની રેંજરે ગુમાવ્યો કાબુ ને પછી સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

Dhruv

Last Updated: 06:10 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લીધા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધતો જઇ રહ્યો છે ત્યારે એવામાં ટ્વિટર અને ફેસબુક પર લોકો પાકિસ્તાનને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. ત્યારે એવામાં એક યૂઝરે ટ્વિટર પર વીડિયો પણ શેર કર્યો છે કે જેને જોઇને પાકિસ્તાનનાં લોકોએ શરમમાં મુકાવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

Wagah Border pakistani ranger video

આ વીડિયોમાં બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમ્યાન એક પાકિસ્તાની રેંજરે પોતાના જ દેશની ફજેતી કરી નાખી. હકીકતમાં ટ્વિટર પર વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમ્યાન પાકિસ્તાની રેંજર પોતાનું સંતુલન ગુમાવી ચૂકે છે અને તે પડતા-પડતા તે માંડ માંડ બચે છે. અન્ય પાકિસ્તાની રેંજર તેને સહારો આપીને તેને પડતા બચાવે છે. આ દરમ્યાન રેંજરની પાઘડી પણ માથા પરથી નીચે પડી જાય છે.

આ વાયરલ વીડિયો અટારી-વાઘા બોર્ડરનો છે. જો કે, આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તેના વિશે કંઇ જ માહિતી નથી. પરંતુ વીડિયો હાલમાં પૂરજોશમાં તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો હજારો લોકોએ લાઇક પણ કર્યો છે અને શેર પણ કર્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાંક યૂઝર્સે આને આડે હાથ લેતા ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અટારી-વાઘા બોર્ડર પર જ્યારે બિટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ યોજાય છે ત્યારે તેને નિહાળવા માટે બંને દેશના અનેક લોકો અહીં આવે છે. ત્યારે બંને દેશનાં લોકો પોતાપોતાના દેશના સમર્થનમાં દેશભક્તિનાં નારા લગાવતા હોય છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS Video viral indian pakistani wagah border વાઘા બોર્ડર Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ