ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'પાકિસ્તાન અમને ઉપદેશ ન આપે...' રામ મંદિર કાર્યક્રમ પરના નિવેદનને લઈ ભારતે લગાવી ફટકાર

નેશનલ / 'પાકિસ્તાન અમને ઉપદેશ ન આપે...' રામ મંદિર કાર્યક્રમ પરના નિવેદનને લઈ ભારતે લગાવી ફટકાર

Published By: Nirav Kumar

Last Updated: 10:15 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત મંગળવારે રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાને એક નિવેદનમાં ભારતમાં વધતા જતા ઇસ્લામોફોબિયા, નફરત અને મુસ્લિમો પરના હુમલાઓને લઇ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેના જવાબમાં ભારત સરકારે કહ્યું કે, જેમના દેશનો લઘુમતીઓ પરના અત્યાચારનો કલંકિત ઈતિહાસ હોય તેમને બીજાને ઉપદેશ આપવાની જરૂર નથી.

ADVERTISEMENT

અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજાની સ્થપના બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી છે. જેમાં તેને  ધર્મ ધ્વજાની સ્થપનાને ભારતના અલ્પસંખ્યક અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો ગણાવ્યો છે. તેમના આ સ્ટેટમેન્ટ પર ભારત સરકારે તીખી પ્રતિકિયા આપી છે.  જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાનને અન્ય લોકોને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ દરમિયાન તેમને પાકિસ્તાનની કટ્ટરતા, દમન અને તેમના લઘુમતીઓ પરના અત્યાચારના કલંકિત રેકોર્ડનો ઉલ્લેખ કર્યો હતો.

જયસ્વાલે અયોધ્યામાં મંગળવારે યોજાયેલા ધાર્મિક સમારોહ પર પાકિસ્તાનની ટિપ્પણીઓનો કડક જવાબ આપતા કહ્યું, "અમે તેમના નિવેદનો જોયા છે અને તેને નકારી કાઢીએ છીએ. કટ્ટરતા, દમન અને તેમના લઘુમતીઓ પરના અત્યાચારના કલંકિત ઈતિહાસવાળા દેશના રૂપમાં પાકિસ્તાનને અન્ય લોકોને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી."

  • શું કહ્યું હતું પાકિસ્તાને ?

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ધર્મ ધ્વજા લગાવવાની ઘટનાને ઇસ્લામોફોબિયા અને તેમના વારસાનું ગંભીર અપમાન છે". પાકિસ્તાને જણાવ્યું હતું કે, "આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણનું મોટું પેટર્ન અને હિન્દુત્વની વિચારધારાના પ્રભાવ હેઠળ મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને નષ્ટ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે". પાકિસ્તાને ભારતની સરકાર અને ન્યાયતંત્ર પર પણ હુમલો કર્યો, જેને રામ મંદિરના નિર્માણને મંજૂરી આપી. પાકિસ્તાને ભારતના લઘુમતીઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ ગણાવ્યું હતું.

પાકિસ્તાને જણાવ્યું હતું કે, "જ્યાં એક સમયે બાબરી મસ્જિદ હતી ત્યાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે. બાબરી મસ્જિદ અનેક સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું જેને 6 ડિસેમ્બર 1992 ના રોજ એક ટોળા દ્વારા તોડી પાડવામાં આવી હતી". આ સિવાય પાકિસ્તાને 22 જાન્યુઆરી 2024 ના રોજ યોજાયેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પણ નિંદા કરી હતી.

vtv app promotion

જેમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "અમે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની નિંદા કરીએ છીએ. આ મંદિર બાબરી મસ્જિદ તોડીને બનાવવામાં આવ્યું હતું. ભારતમાં વધતી જતી હિન્દુત્વ વિચારધારા ધાર્મિક સદભાવ અને પ્રાદેશિક શાંતિ માટે મોટો ખતરો છે. આવું કરીને ભારત મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યું છે".

વધુ વાંચો : ચીનને ટક્કર આપવાની તૈયારી! મોદી કેબિનેટે રેર અર્થ મેગ્નેટ અંગે લીધો મોટો નિર્ણય

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરતા કહ્યું હતું કે, "ભારતમાં વધી રહેલા ઇસ્લામોફોબિયા, નફરત અને મુસ્લિમો પરના હુમલાઓ પર ધ્યાન આપવામાં આવે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને કહ્યું કે, ભારતમાં ધાર્મિક સ્થળો અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે પગલાં ઉઠાવે." 


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Pakistan Ram Temple

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ