બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pakistan foreign minister bilawal bhutto zardari remarks on pm modi india reacts

વળતો પ્રહાર / PM મોદી માટે પાક. વિદેશમંત્રી દ્વારા આપત્તિજનક શબ્દપ્રયોગ: ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ શું કહ્યું

Published By: Parth

Last Updated: 11:16 AM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની વિદેશમંત્રી દ્વારા ભારતના વડાપ્રધાન સામે કરાયેલા વિવાદિત નિવેદન મામલે ભારતે આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

  • ભારત અને પાકિસ્તાન વિશ્વમંચ પર આમને સામને 
  • ભારતે આતંકવાદ મામલે કર્યા હતા આકરા પ્રહાર 
  • પાકિસ્તાની વિદેશમંત્રીએ પીએમ મોદી માટે કહ્યા અશોભનીય શબ્દ 

આતંકવાદને લઈને UNSC માં ભારત સતત પાકિસ્તાનની પોલ ખોલી રહ્યું છે અને વારંવાર વિશ્વ મંચ પર આ પ્રકારે ભારતના પ્રહારથી પાકિસ્તાની નેતાઓ હવે આપો ખોઈ બેઠા હોય તેવું લાગી રહ્યું છે, એવામાં પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી મોદી પર આપત્તિજનક શબ્દો સાથે ટિપ્પણી કરી છે. 

ભારતના પ્રધાનમંત્રી પર આપત્તિજનક શબ્દ 
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર એક તરફ પાકિસ્તાનને આતંકવાદ મામલે ફટકાર લગાવી રહ્યા છે જેના પર તેમના નેતાઓ પાસે કોઈ જવાબ નથી ત્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પ્રધાનમંત્રી મોદીએને ગુજરાતનો કસાઈ કહ્યા હતા જેને લઈને હવે ભારતે પાકિસ્તાનને આપ્યો છે જડબાતોડ જવાબ. 

ભારતે આપ્યો જવાબ 
ભારતે આ મુદ્દે કહ્યું છે કે અમે 26 11 મામલે પાકિસ્તાનની પોલ ખોલી તેના કારણે ત્યાંનાં નેતાઓ હવે ગભરાઈ ગયા છે, અનેક લોકોના જીવ બચાવનાર નર્સના તીખા હુમલા બાદ પાકિસ્તાન પરેશાન છે અને આતંકી હાફિસ સઇદ અને લખવી અત્યારે પણ પાકિસ્તાનમાં આઝાદીથી ફરી રહ્યા છેઃ, પાકિસ્તાન મુંબઈ હુમલા મામલે કોઈ કાર્યવાહી કરી શક્યું નહીં. 

પાકિસ્તાની રિપોર્ટરની બોલતી કરી બંધ 
ભારતના વિદેશ મંત્રી S જયશંકર દુનિયાભરમાં ચર્ચામાં રહે છે, તેમના હાજરજવાબી સ્વભાવના કારણે. પછી ભલે સામે અમેરિકા જેવા સુપરપાવર દેશ હોય કે પછી પાકિસ્તાન જેવા આતંકવાદી દેશ, ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેમના જવાબો અને વીડિયોના દેશભરમાં વખાણ થયા છે ત્યારે UNSCની બેઠકની વચ્ચે એક પાકિસ્તાની પત્રકારને જયશંકરે એવો જવાબ આપ્યો છે જે જોઈને પણ તમે પણ વિચારમાં પડી જશો. પાકિસ્તાની રિપોર્ટરે પૂછ્યું કે દિલ્હી, કાબુલ અને પાકિસ્તાનમાં ક્યાં સુધી આતંકવાદ દેખાતું રહેશે, તેમણે તરત જવાબ આપ્યો કે તમે આ સવાલ ખોટા મંત્રીને કરી રહ્યા છો. આ તો પાકિસ્તાનના મંત્રી જ જવાબ આપી શકશે કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવતું રહેશે. 

જયશંકરે ફરી પાકિસ્તાનને લગાવી લતાડ 
ભારતના વિદેશ મંત્રી S જયશંકર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ એટલે કે UNSC ની બેઠકમાં સતત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે 24 જ કલાકમાં બીજી વાર પાકિસ્તાનને આડે હાથ લીધું છે. મુંબઈ હુમલો અને ન્યૂયોર્કમાં થયેલા હુમલાને પણ યાદ કરવામાં આવ્યું આવ્યું અને કહ્યું કે આ બંનેમાં પાકિસ્તાનનું જ સીધું કનેક્શન છે. તેમણે કહ્યું કે આપણે ફરી 26/11 કે 9/11 થવા દઈ શકીએ નહીં. આતંકવાદનો મુદ્દો સતત ગંભીર થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ બેઠકને મુંબઈ હુમલાના સર્વાઇવર બહાદુર નર્સ અંજલિએ પણ સંબોધન કર્યું હતું. 

જયશંકરે કહ્યું કે કોઈ પણ દેશે આતંકવાદનો લાભ લેવા વિષે વિચારવું પણ જોઈએ નહીં અને આતંકવાદ મુદ્દે તમામ મતભેદોને ભૂલીને એકસાથે આવવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

UNSC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ