ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / pakistan denies permission to indian president ramnath kovind

અવળચંડાઇ / ભારત સાથે સંબંધ સુધારવાની માત્ર 'વાતો', પાકે.રાષ્ટ્રપતિ કોવિંદ માટે એરસ્પેસ ખોલવાનો કર્યો ઇનકાર

Published By: vtvAdmin

Last Updated: 05:28 PM, 7 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સાથે સંબંધ સુધારવાનો દેખાડો કરી રહેલા પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે એર સ્પેસ ખોલવાનો નનૈયો ભણી દીધો છે.

ADVERTISEMENT

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારના રોજ કહ્યું કે, વર્તમાન સમયગાળામાં પાકિસ્તાન ભારતને પોતાનો એર સ્પેસ વાપરવાની મંજૂરી આપી શકે તેમ નથી. રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારના રોજ આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસે જનાર છે.

પાક.ના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારત સરકારે પાકિસ્તાન પાસે એરસ્પેસ વાપરવા માટેની મંજૂરી માગી હતી. આ બાબત તેમના રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસ સાથે જોડાયેલી છે. ત્યારે વર્તમાન સ્થિતિને જોતા પાકિસ્તાને ભારતને પોતાનો એરસ્પેસ વાપરવાની મંજૂરી આપી નથી. 

પાકિસ્તાનાન વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ પીટીવીને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ નિર્ણયને લીલી ઝંડી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે ત્રણ રાષ્ટ્રોની વિદેશ યાત્રા પર રવાના થઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારના રોજ આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસે જનાર છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રવાસમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા મામલો ભારતના પક્ષમાં રાખશે. આ સિવાય આ રાષ્ટ્રોની સાથે વેપાર સહિત કેટલાય દ્વિપક્ષીય મુદ્દા પર વાત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

World News ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન ભારત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ india-pakistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ