બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નેપાળના રસ્તે ભારતમાં આતંક મચાવવાની તૈયારી, જૈશ-લશ્કરની યોજનાનો ખુલાસો

અપડેટ / નેપાળના રસ્તે ભારતમાં આતંક મચાવવાની તૈયારી, જૈશ-લશ્કરની યોજનાનો ખુલાસો

Priykant Shrimali

Last Updated: 03:28 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Nepal Border : ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથો ભારત પર હુમલો કરવા માટે નેપાળની જમીનનો ઉપયોગ કરી શકે છે

India-Nepal Border : પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો ફરી એકવાર ભારતમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. વાસ્તવમાં મીડિયા અહેવાલો મુજબ નેપાળના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથો ભારત પર હુમલો કરવા માટે નેપાળની જમીનનો ઉપયોગ કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે તાજેતરમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને Pokમાં આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે.

નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાએ કાઠમંડુમાં 'દક્ષિણ એશિયામાં આતંકવાદ: પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે એક પડકાર' વિષય પર આ કાર્યક્રમમાં આ વાત કહી હતી. આ કાર્યક્રમનું આયોજન નેપાળ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ એંગેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

ખુલ્લી સરહદ ચિંતાનું કારણ

નેપાળ અને ભારત વચ્ચે ખુલ્લી સરહદ અને વિઝા-મુક્ત વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાના મતે આતંકવાદીઓ આ વ્યવસ્થાનો લાભ લઈને ભારતમાં પ્રવેશી શકે છે. નેપાળના સાંસદ શિશિર ખાનલે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હવે ભારત અને નેપાળે સાથે મળીને સરહદ વ્યવસ્થાપન મજબૂત બનાવવું પડશે. તેમણે સૂચન કર્યું કે, હાઇ-ટેક સર્વેલન્સ ટેકનોલોજી, ગુપ્ત માહિતી શેરિંગ અને સંયુક્ત આતંકવાદ વિરોધી કામગીરીની જરૂર છે.

નેપાળના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મીનેન્દ્ર રિજાલે જણાવ્યું હતું કે, આતંકવાદને પાકિસ્તાનના સમર્થનથી માત્ર ભારત જ નહીં પરંતુ નેપાળ અને પાકિસ્તાન પોતે પણ પીડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આતંકવાદી હુમલાઓની સીધી અસર નેપાળ પર પણ પડે છે. આનું ઉદાહરણ પહેલગામ હુમલો છે જેમાં એક નેપાળી નાગરિકનું પણ મોત થયું હતું.

આ પણ વાંચો : ઝડપી એક્ઝામ અને ઝીરો છેતરપિંડીના દાવા વચ્ચે ભરતી નિયમોમાં મોટો ફેરફાર

નેપાળમાં પહેલા પણ આતંકવાદી જોડાણો જોવા મળ્યા

નોંધનીય છે કે, નેપાળની ધરતી પર આતંકવાદ સાથે જોડાયેલા ઘણા જૂના કેસ પણ પ્રકાશમાં આવ્યા છે. એક અહેવાલ મુજબ 2017માં SSB દ્વારા સોનાલી સરહદ પરથી એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. 1999માં કાઠમંડુથી દિલ્હી જઈ રહેલી IC 814 ફ્લાઇટને આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. 18 મે, 2025 ના રોજ લશ્કર-એ-તૈયબાના નેપાળ મોડ્યુલના વડાને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મારી નાખવામાં આવ્યો હતો. આ બધી ઘટનાઓએ ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India terrorist attack India-Nepal border
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ