બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / pak singer rahat fateh ali khan reveals why indian celebrities does foreign destination wedding

મનોરંજન / આખરે વિદેશમાં લગ્ન કેમ કરે છે ભારતીય સેલિબ્રિટી? રાહત ફતેહ અલી ખાને ખોલ્યું પાકિસ્તાન કનેક્શન

Arohi

Last Updated: 09:07 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Why Celebrities Does Foreign Destination Wedding: રાહત ફતેહ અલી ખાને હાલમાં પાક યુટ્યુબર અદીલ આસિફને ઈન્ટરવ્યૂ આપ્યુ અને જણાવ્યું કે ભારતીય સેલેબ્રિટિઝની લગ્નના મામલામાં પહેલી પસંદ વિદેશી ડેસ્ટિનેશન કેમ હોય છે. રાહતે કહ્યું કે ઈન્ડિયન પબ્લિક અમારા જેવા આર્ટિસ્ટ પાસે પોતાની વેડિંગ્સ પર પરફોર્મ કરાવવા માંગે છે. પરંતુ પ્રતિબંધના કારણે આ શક્ય નથી.

  • સેલેબ્સ કેમ કરે છે વિદેશી ડેસ્ટિનેશન વેડિંગ? 
  • રાહત ફતે અલી ખાને જણાવ્યું 
  • જાણો શું છે તેના પાછળનું કારણ 

પાક સિંગર રાહત ફતેહ અલી ખાને ભારતીય આર્ટિસ્ટ્સ પર એક નિવેદન આપ્યું છે. રાહતે જણાવ્યું કે કેમ ઈન્ડિયન સેલેબ્રિટિઝ ભારતમાં નહીં પરંતુ વિદેશ જઈને લગ્ન કરવાનું પસંદ કરે છે? 

વિદેશ જઈને લગ્ન કરવાનું આ છે કારણ? 
રાહતે હાલમાં જ પાક યુટ્યુબર અદીલ આસિફને ઈન્ટરવ્યૂ આપ્યુ અને જણાવ્યું કે ભારતીય સેલેબ્રિટિઝની લગ્નના મામલામાં પહેલી પસંદ વિદેશી ડેસ્ટિનેશન કેમ હોય છે. રાહતે કહ્યું કે ઈન્ડિયન પબ્લિક આપણા જેવા આર્ટિસ્ટ પાસે પોતાની વેડિંગ્સ પર પરફોર્મ કરાવવા માંગે છે પરંતુ બેનના કારણે તે શક્ય નથી. 

રાહતે કહ્યું- અમે લોકો ભારત નથી જઈ શકતા તો ભારતીય....હું અહીં તેમને હકીકતે ક્રેડિટ આપવા માંગીશ કે તે લોકોની આ ઉદારતા છે. તેમણે આ ટ્રેન્ડ શરૂ કર્યો કે વિદેશ જઈને ડેસ્ટિનેશન વેડિંગ કરે. કારણ કે ભારતમાં પાકિસ્તાની આર્ટિસ્ટની એન્ટ્રી બેન છે. ત્યાં જ રાહત ફતેહ અલી ખાન, શફકત અમાનત અલી, આતિફ અસલમ જાફર પરફોર્મ નહીં કરી શકે. તેના માટે તે કહે છે કે અમે બહાર કોઈ અન્ય દેશ જઈને લગ્ન કરીશું જેથી અમે લોકો ત્યાં જઈને પરફોર્મ કરી શકીએ. 

વધુ વાંચો: ફેબ્રુઆરી મહિનો મનોરંજનથી ભરપૂર, રિલીઝ થઈ રહી આ 7 શાનદાર વેબસીરિઝ

મોટાભાગે કહેવાય છે કે કલાની કોઈ સીમા નથી હોતી. આ વાત સંગીત દ્વારા સાબિત પણ થાય છે. મોટાભાગે પાકિસ્તાનના કોઈ ફંક્શનમાં લોકો બોલિવુડ સોન્ગ્સ પર ડાન્સ કરતા જોવા મળે છે. ત્યાં જ ભારતીય ફિલ્મોમાં પણ પાક મ્યુઝિકનું રિક્રિએશન કરવામાં આવે છે. હાલમાં જ પાક એક્ટ્રેસ માહિરા ખાન પણ પોતાના નિકાહ પર ગોવિંદાના ગીત પર નાચતી જોવા મળી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

celebrities destination wedding pak singer rahat fateh ali મનોરંજન Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ