બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'લોકલ ગાઈડ બચાવી શકતા હતા 26 નિર્દોષોના જીવ',જાણો કેવી રીતે? ચાર્જશીટમાં ખુલાસા

રિપોર્ટ / 'લોકલ ગાઈડ બચાવી શકતા હતા 26 નિર્દોષોના જીવ',જાણો કેવી રીતે? ચાર્જશીટમાં ખુલાસા

Pravin Joshi

Last Updated: 08:09 PM, 20 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ચાર્જશીટમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે.

કાશ્મીરના સ્વર્ગ સમાન પહલગામમાં રમાયેલા લોહિયાળ ખેલ પાછળનું એક એવું સત્ય સામે આવ્યું છે, જે જાણીને કોઈપણ ભારતીયનું લોહી ઉકળી ઉઠશે. પહલગામ આતંકવાદી હુમલાના કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની એક્સક્લુઝિવ ચાર્જશીટમાંથી મોટો ખુલાસો થયો છે. ખીણમાં આવતા પર્યટકોની મદદ કરીને પોતાનું ઘર ચલાવતા બે સ્થાનિક ગાઇડ- પરવેઝ અને બશીર અહેમદ જો ઇચ્છતા હોત તો આ મોટી દુર્ઘટના અટકી શકી હોત અને 26 નિર્દોષ લોકો આજે જીવતા હોત. પરંતુ તેમની ગુનાહિત ખામોશી અને આતંકીઓને આપવામાં આવેલી સ્થાનિક મદદના કારણે કાશ્મીરના ઇતિહાસના સૌથી ક્રૂર હુમલાની પટકથા લખાઈ ગઈ.

Pahalgam-attack-simple

હથિયારોથી સજ્જ આતંકીઓ અને ઝૂંપડીમાં આગતા-સ્વાગતા

NIA ની ચાર્જશીટ અનુસાર, આ ભયાનક ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 21 April 2025 ના રોજ ત્રણ રીઢા આતંકવાદીઓ- ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહીર ઉર્ફે છોટુ અને હમઝા અફગાની પહલગામના સંવેદનશીલ વિસ્તારમાં આશ્રય મેળવવા માટે ભટકી રહ્યા હતા. આ ત્રણેય આતંકીઓએ સ્થાનિક લોકોનો સંપર્ક સાધ્યો અને સુરક્ષિત હાઇડઆઉટ (છુપાવાનું ઠેકાણું) આપવા માંગ કરી હતી.

Pahalgam-terrorists

બશીર અહેમદે NIA સમક્ષ આપેલા પોતાના ગુના કબૂલાતના નિવેદનમાં જણાવ્યું કે, તેણે ત્રણેય આતંકીઓને જોયા હતા. આતંકીઓએ તેને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જવા કહ્યું હતું. બશીરે પહેલા આતંકીઓને એક ઘટાદાર ઝાડ નીચે ઉભા રાખ્યા અને પોતે દોડીને પરવેઝની ઝૂંપડી (જેને સ્થાનિક ભાષામાં ઢોંક કહેવાય છે) પર પહોંચ્યો. તેણે પરવેઝ અને તેની પત્નીને આ અંગે વાત કરી અને મોઢું બંધ રાખવા જણાવ્યું.

PAHALGAM-ATTACK

5 કલાક સુધી રોકાયા, સેના અને અમરનાથ યાત્રાની રેકી કરી

ચાર્જશીટ મુજબ, સાંજે આશરે 5:00 PM વાગ્યે બશીર ઇશારો કરીને ત્રણેય આતંકીઓને પરવેઝની ઝૂંપડીમાં દોરી લાવ્યો. આ આતંકીઓ પાસે આધુનિક હથિયારો હતા અને તેમની બેગ પણ દારૂગોળાથી ભરેલી હતી. તેઓ ઉર્દૂમાં વાત કરી રહ્યા હતા પરંતુ તેમનો લહેજો પાકિસ્તાની પંજાબી જેવો હતો. બશીરે પૂછપરછમાં સ્વીકાર્યું છે કે તેમનો હુલિયો જોઈને જ તે સમજી ગયો હતો કે આ લોકો 'મુજાહિદ' એટલે કે આતંકવાદીઓ છે.

આતંકીઓએ પોતાને ખૂબ જ થાકેલા અને તરસ્યા ગણાવીને અલ્લાહના નામે મદદ માંગી હતી. ત્યારબાદ પરવેઝ અને બશીરે માનવતાના નામે દેશદ્રોહ કરતા તેમને પાણી પાયું, ચા આપી અને પેટભરીને ખાવાનું ખવડાવ્યું. તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય આતંકીઓ આશરે 5 કલાક સુધી તે ઝૂંપડીમાં રોકાયા હતા. આ દરમિયાન તેમની અને બંને સ્થાનિક ગાઇડો વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.

Pahalgam-Terror-Attack-baisaran

આ 5 કલાક દરમિયાન આતંકીઓએ આ બંને ગાઇડો પાસેથી આગામી અમરનાથ યાત્રા, પહલગામમાં સુરક્ષા દળોના કેમ્પની સ્થિતિ, આર્મી અને પોલીસની મૂવમેન્ટ તેમજ આખા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની તમામ ગુપ્ત વિગતો મેળવી લીધી હતી. NIA ના મતે, પરવેઝ અને બશીર સારી રીતે જાણતા હતા કે તેઓ આતંકીઓને ભારત વિરૂદ્ધ મદદ કરી રહ્યા છે.

ભાથું પેક કરી આપ્યું અને બદલામાં મળ્યા 3000 રૂપિયા

રાત્રે આશરે 10:00 PM વાગ્યે જ્યારે આતંકીઓ ત્યાંથી રવાના થવા લાગ્યા, ત્યારે પરવેઝ અને બશીરે તેમના આગળના પ્રવાસ માટે 10 રોટલી અને શાક રાંધીને પેક કરી આપ્યા હતા. એટલું જ નહીં, આતંકીઓ પોતાની સાથે હળદર, મરચું, મીઠું, તપેલી અને કડછી જેવા રસોઈના વાસણો પણ લઈ ગયા હતા. આ ચાર્જશીટમાં સ્પષ્ટ લખાયું છે કે આ અનોખી સરભરાના બદલામાં આતંકીઓએ પરવેઝને 3000 રૂપિયા રોકડા આપ્યા હતા.

હુમલાના દિવસે પણ નજર પડી પણ મૌન રહ્યા

ચાર્જશીટનો સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે હુમલાના દિવસે એટલે કે 22 April ના રોજ પણ પરવેઝ અને બશીરે તે જ ત્રણેય આતંકીઓને બૈસરન ઘાટીની બહાર ફેન્સિંગ (વાડ) પર બેઠેલા જોયા હતા. તે દિવસે આ બંને ગાઇડો બે પ્રવાસીઓને લઈને બૈસરન ઘાટી ફરવા ગયા હતા. પ્રવાસીઓને લઈને પાછા ફરતી વખતે તેમની નજર હથિયારધારી આતંકીઓ પર પડી હતી અને તેઓ સતર્ક થઈ ગયા હતા. પરંતુ તોય તેમણે કોઈને પણ જાણ કરી નહીં.

આ પણ વાંચોઃ ટ્વિશા શર્માએ આપઘાત માટે એવી ચીજ પસંદ કરી કે એક્સપર્ટ હેરાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો

આ બંને ગાઇડો પ્રવાસીઓને લઈને નીચે પહલગામ પહોંચ્યા, તેના થોડા જ સમય બાદ ઉપર બૈસરન ઘાટીમાં ભયાનક બ્લાસ્ટ અને અંધાધૂંધ ફાયરિંગ સાથે મોટો આતંકવાદી હુમલો થઈ ગયો. હુમલાની ખબર મળતા જ પાપ નજરે ચડી જવાના ડરે આ બંને સ્થાનિક ગાઇડો ચૂપચાપ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા, જેમને બાદમાં એજન્સીઓએ દબોચી લીધા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KashmirTerrorism PahalgamAttack NIACheck
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ