ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / over 230 terrorists trying to enter jammu and kashmir says nsa ajit doval

જમ્મુ-કાશ્મીર / 230 આતંકવાદીઓ POKમાં સંતાઈને કાશ્મીરમાં ઘુસવાની તાકમાંઃ અજીત ડોભાલ

Published By: Dhruv

Last Updated: 08:24 PM, 7 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજીત ડોભાલે આજે જણાવ્યુ હતુ કે, 230 જેટલા આતંકવાદીઓ POKમાં સંતાઈને બેઠા છે. પાકિસ્તાન તેમને શરણું આપીને ભારત સામે લડવાની ફિરાકમાં છે પણ પાક.ને ખબર નથી કે  તેણે સંઘરેલા આતંકવાદીઓ અંગારાનો ઢગલો છે જેની ચિનગારી એક દિવસ પાકને જ ફુંકી મારશે.

ADVERTISEMENT

રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર અનુચ્છેદ 370 હટાવવીને કાશ્મીરને સામાન્ય રાજ્યનો દરજ્જો આપવાની વાત પાકિસ્તાનને પચી નહી હોવાની વાત જણાવી હતી. તેમણે આ અંગે ખુલીને વાત કરી હતી. 

અજીત ડોભાલે આજે એનઆઈએના સિક્રેટ રિપોર્ટને ટાંકીને જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં 230 આતંકવાદીઓ હોવાની બાતમી મળી છે.  ગુપ્તચર વિભાગ દ્વારા એવી પણ ખબરો આપવામાં આવી છે કે આતંકીઓ ગમે તેમ કરીને ભારતમાં ઘૂસણખોરી કરવા માંગે છે. પાકિસ્તાન પાસે ભારત સામે લડવા માટે એક જ હથિયાર છે અને તે છે આતંકવાદ.

અજીત ડોભાલે ચીમકી ઉચ્ચારી હતી કે જો પાક. પોતાના નાપાક ઈરાદાઓમાંથી બર નહીં આવે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનની અવળચંડાઈનો ભારત પાસે જવાબ હાજર જ છે. જો પાકિસ્તાન પોતાના આતંકી વિસ્તારોને ત્યજી દે તો જ તે સફળતાના શિખરો હાંસલ કરી શકશે. નહીં તો તે પોતાનો વિધ્વંશ પોતે જ નોતરી રહ્યુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir NSA Ajit Doval National News POK terrorist ઘુસણખોરી પાકિસ્તાન jammu kashmir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ