ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / over 1 5 lakh active job offers across various sectors on ncs portal

કામની વાત / નોકરી શોધતા યુવાનોને કેન્દ્રની જોરદાર સુવિધા: એક જ ક્લિક પર મળશે 1.5 લાખથી વધુ વેકેન્સીની જાણકારી, જાણો કેવી રીતે

Published By: Premal

Last Updated: 04:10 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય કારકિર્દી સેવા (એનસીએસ) પોર્ટલ પર આખા દેશમાં માહિતી ટેકનોલોજી, રિટેલ અને નિર્માણ જેવા ક્ષેત્રોમાં 1.5 લાખથી વધુ નોકરીઓની જાણકારી તૈયાર છે.

ADVERTISEMENT

  • આ વેબસાઈટ પર 1.5 લાખથી વધુ નોકરીઓની જાણકારી તૈયાર
  • 26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું
  • રજીસ્ટર્ડ થયેલા લાભાર્થીઓ મેળવી રહ્યાં છે લાભ

ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું

શ્રમ અને રોજગાર મંત્રાલયે બુધવારે કહ્યું કે અત્યાર સુધી 26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તથા તેનાથી લાભાન્વિત થઇ રહ્યાં છે. મંત્રાલયે કહ્યું, એનસીએસ પોર્ટલ પર દેશના દરેક ભાગમાં 1.5 લાખથી વધુ નોકરીઓની માહિતી છે. આ નોકરીઓ આઈટી અને સંચાર, રિટેલ અને જથ્થાબંધ માર્કેટ, સિવિલ અને નિર્માણ કાર્ય જેવા અલગ-અલગ ઉભરતા ક્ષેત્રો સાથે સંબંધિત છે. અત્યાર સુધી 26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેનુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેનો લાભ મેળવી રહ્યાં છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના બજેટ ભાષણમાં ઉદ્યોગસાહસિકના અવસરોને વધારવાના લક્ષ્યની સાથે લોન સંબંધી સુવિધા, કૌશલ નિર્માણ અને નિમણુક સાથે જોડાયેલી સેવાઓને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ચાર પોર્ટલ રાષ્ટ્રીય કેરિયર સેવા (એનસીએસ), ઈ-શ્રમને જોડવાની જાહેરાત કરી હતી. 

રોજગારના અવસર વધુ ખુલ્યા

આ જાહેરાતને અનુરૂપ એનસીએસ અને ઈ-શ્રમને એકબીજાની નજીક જોડવાનુ કામ હાલમાં પૂર્ણ થયુ છે. જેને કારણે ઈ-શ્રમ પર રજીસ્ટર્ડ અસંગઠિત કામદારોને એનસીએસ પર કોઈ પણ સમસ્યા વગર રજીસ્ટ્રેશન કરાવવુ અને એનસીએસના માધ્યમથી સારા રોજગારના અવસરોની તલાશ કરવામાં સમર્થ બનાવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Active Job Government Website facility job Job Offers

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ