બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના 13 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર, જુઓ કયા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / ગુજરાતના 13 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર, જુઓ કયા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Last Updated: 03:59 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ પડ્યો છે. બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું.

1/6

photoStories-logo

1. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદ શહેર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે 11 ઓગસ્ટે બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારો માટે ટૂંકાગાળાની આગાહી જાહેર કરી છે. જેમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બંને જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

મહીસાગર અને પંચમહાલ સિવાય રાજ્યના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આગામી કલાકોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 6 કલાકમાં 81 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના છ કલાક દરમિયાન 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરામાં 5 ઇંચ નોંધાયો છે. જ્યારે કોસંબામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત લુણાવાડામાં 2.5 ઇંચ, દહેગામ અને બાલાસિનોરમાં 2 ઇંચ, જ્યારે ગોધરા અને કલોલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર, મોરવા હડફ અને કપડવંજમાં પણ આશરે 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર સુધીમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તર મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સિસ્ટમ યથાવત છે. આ સિસ્ટમ સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે. આ ઉપરાંત ચોમાસાની ધરી બિકાનેર, દતિયા, ઉત્તર મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ડાલ્ટનગંજ અને દિઘા થઈને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં પણ ઉપરના હવામાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બંગાળની ખાડીમાં લો-પ્રેશનર સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના અનુમાન મુજબ 12 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીના આ વિસ્તારમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ વિકસવાની શક્યતા છે. આ નવી સિસ્ટમની અસર ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોના હવામાન પર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Update Gujarat Rain Alert Heavy Rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ