બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાણીની ટાંકી પાસે ખુલ્લી પાઇપ શા માટે હોય છે? કારણ જાણીને ચોંકી જશો!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / પાણીની ટાંકી પાસે ખુલ્લી પાઇપ શા માટે હોય છે? કારણ જાણીને ચોંકી જશો!

Last Updated: 05:00 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ધાબા પર આવેલી પાણીની ટાંકી પાસે એક પાઈપ સીધો ઉપરની તરફ હવામાં ખુલ્લો જોવા મળે છે. ઘણા લોકો તેને ઓવરફ્લો પાઈપ સમજે છે, પરંતુ વાસ્તવમાં આ 'એર વેન્ટ પાઈપ' છે.

1/5

photoStories-logo

1. પાણીની ટાંકી પાસે ખુલ્લી પાઇપ શા માટે હોય છે? કારણ જાણીને ચોંકી જશો!

ધાબા પર મુકેલી પાણીની ટાંકીઓમાંથી ઘરના અલગ-અલગ ભાગો સુધી પાણી પહોંચાડવા માટે વિવિધ પાઈપલાઈનનું કનેક્શન કરવામાં આવે છે. જો તમે ક્યારેય ધ્યાનથી જોયું હોય, તો ટાંકીમાંથી નીકળતી મુખ્ય લાઈન પર એક પાઈપ સીધો ઊભો કરવામાં આવે છે અને તેનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો રાખવામાં આવે છે. સામાન્ય રીતે તેની ઉપર T-જોઈન્ટ લગાડેલો હોય છે. કોઈ કનેક્શન ન હોવા છતાં આ પાઈપ મૂકવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ રહેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કયો પાઈપ હોય છે આ?

ટાંકીમાંથી નીકળતી ડિલિવરી લાઈન સાથે જોડાયેલા આ પાઈપને 'એર વેન્ટ' (Air Vent) અથવા 'એર રીલીઝ એરેન્જમેન્ટ' કહેવામાં આવે છે. આ પાઈપનો મુખ્ય હેતુ પાઈપલાઈનમાં ફસાયેલી હવાને બહાર કાઢવાનો અને જરૂર પડે ત્યારે હવાને અંદર આવવા દેવાનો છે. તેનાથી પાઈપમાં એર-લોક (Air-lock) ની સમસ્યા થતી નથી અને નળમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ પાઈપ ફસાયેલી હવાને બહાર નીકળવાનો રસ્તો આપે

ઘણીવાર પાઈપમાં હવા ભરાઈ જવાના કારણે પાણીનો ફ્લો ધીમો પડી જાય છે અથવા અટકી જાય છે. ઉપર તરફ ખુલ્લો રહેલો આ પાઈપ ફસાયેલી હવાને બહાર નીકળવાનો રસ્તો આપે છે. આ ઉપરાંત, જ્યારે પાઈપમાં પાણી ઝડપથી નીચે જઈ રહ્યું હોય ત્યારે અંદર વેક્યુમ (શૂન્યાવકાશ) સર્જાય છે. આ ખુલ્લો પાઈપ તે વેક્યુમ બનતા અટકાવવા બહારથી હવા અંદર ખેંચવામાં મદદ કરે છે. આથી જ તેને બોલચાલની ભાષામાં બ્રીધર પાઈપ (Breather Pipe) પણ કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ પાઈપ માત્ર હવાની અવરજવર માટે હોય

ઘણા લોકો તેને ટાંકીનો ઓવરફ્લો પાઈપ સમજી લે છે, પરંતુ તે ભ્રમ છે. ઓવરફ્લો પાઈપ ટાંકી ભરાઈ ગયા પછી વધારાનું પાણી બહાર કાઢે છે, જ્યારે આ પાઈપ માત્ર હવાની અવરજવર માટે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આવો જ હોય છે સીવર વેન્ટ પાઈપ

આ જ પદ્ધતિથી ગટર (સીવર) લાઈન માટે પણ 'સીવર વેન્ટ' પાઈપ બનાવવામાં આવે છે. આ પાઈપ ગટરના કનેક્શન સાથે જોડાયેલો હોય છે અને ઘરની ઉપર છત તરફ ઊંચો રાખવામાં આવે છે. તેનું કામ ગટરમાં બનતા ગેસ અને દુર્ગંધને ઘરની અંદર ફેલાવા દેવાને બદલે સીધા હવામાં મુક્ત કરવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PlumbingTips AirVentPipe WaterTank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ