બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Our society will become Chief Minister Akhil Kshatriya Thakor Ekta Samithi presidents statement

ગુજરાત / 2022માં અમારા સમાજમાંથી મુખ્યમંત્રી બનશેઃ અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખના નિવેદનથી રાજકારણ ગરમાયું

Kishor

Last Updated: 08:58 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022 વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનશે તે અંગેનું ઠાકોર એક્તા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરએ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.

  • અખિલ ક્ષત્રિય ઠાકોર એક્તા સમિતિના પ્રમુખનું મોટું નિવેદન
  • પ્રમુખ નવઘણજી ઠાકોરે મુખ્યમંત્રી પદને લઇ આપ્યું નિવેદન
  • 2022માં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનશેઃ નવઘણજી ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચુંટણીને માથે છે. ત્યારે 2022 ની ચૂંટણીમાં મુખ્યમંત્રી અમારા સમાજનો હોવો જોઈએ. તેવો મોટા ભાગના સમાજ આગેવાનોમાંથી સૂર ઉઠ્યો છે. આવી સ્થિતિ વચ્ચે અગાઉ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ બાદ કોળી સમાજ દ્વારા પણ આ અંગેની માંગ કરવામાં આવી હતી. તેવામાં હવે આ મામલે અખિલ ક્ષત્રિય ઠાકોર એક્તા સમિતિના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

કોંગ્રેસ મોવડી મંડળ સાથે અમારે વાત થઇ છેઃ નવઘણજી ઠાકોર
આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદને અખિલ ક્ષત્રિય ઠાકોર એક્તા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે પાટણથી હુંકાર કર્યો છે. જેમાં 2022માં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનશે. તેમ ઉમેર્યું હતું.  વધુમાં નવઘણજી ઠાકોરએ દાવા સાથે જણાવ્યું હતું કે,  આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો સાથે ઝળહળતો વિજય હાંસલ કરશે.  વધુમાં મુખ્યમંત્રી પદ માટે  કોંગ્રેસ મોવડી મંડળ સાથે અમારે વાત થઇ ગઇ હોવાનો પણ નવઘણજી ઠાકોરે ઉલ્લેખ કર્યો હતો.

અગાઉ પણ કર્યો હતો હુંકાર 
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 2022માં મુખ્યમંત્રી પદે ઠાકોરની માંગણીને લઇને અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે તીખું નિવેદન આપ્યું હતું.
આશરે ત્રણ માસ અગાઉ  નવઘણજી ઠાકોરે બનાસકાંઠાના ઢીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરીને વિજય સંકલ્પ યાત્રા શરૂ કરાવી હતી. આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીને સમસ્ત સમાજ એક કરી અલ્ટીમેટમ આપવાનું છે કે,  જો ગુજરાતમાં રાજ કરવું હોય અને અમારા મત જોતા હોય તો મુખ્યમંત્રી અમારા ક્ષત્રિય ઠાકોર સમાજનો જાહેર કરવો પડશે. એટલુ જ નહી સંપૂર્ણ સરકાર ઓ.બી.સી અને એસ.સી એસ.ટી સમાજ હોવી જોઇએ તેમ પણ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ