બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / એપ્રિલમાં Oppo કરશે ધમાકો! પહેલી વખત લોન્ચ થશે ચાઈના બહાર Find X9 Ultra સ્માર્ટફોન

ટેક / એપ્રિલમાં Oppo કરશે ધમાકો! પહેલી વખત લોન્ચ થશે ચાઈના બહાર Find X9 Ultra સ્માર્ટફોન

Published By: Nirav Kumar

Last Updated: 10:17 PM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oppo ચીનની બહાર તેની અલ્ટ્રા સીરીઝ લોન્ચ કરશે. જેમાં Find X9 Ultraની સાથે કંપની Find X9s પ્રો પણ રજૂ કરશે. ચાલો તેના સ્પેસીફીકેશન વિષે જાણીએ.

ઓપ્પો ફાઇન્ડ X9 અલ્ટ્રા એપ્રિલમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ પહેલી વાર હશે જ્યારે ઓપ્પો ચીનની બહાર તેની અલ્ટ્રા સિરીઝ લોન્ચ કરશે. Oppo Find X9 Ultraની સાથે કંપની Find X9s પ્રો પણ રજૂ કરશે.પરંતુ ભારતમાં લોન્ચ અંગેની માહિતી હાલમાં આવી નથી. આ બંને ફોનમાં પાવરફુલ કેમેરા હોવાની શક્યતા છે.

  • ગ્લોબલ અલ્ટ્રા સિરીઝ ફોન

Oppoએ ઓફિશિયલ રીતે પુષ્ટિ આપી છે કે Find X9 Ultra એપ્રિલ 2026 માં પસંદગીના ગ્લોબલ માર્કેમાં લોન્ચ કરવામાં આવશે. આ કંપની માટે એક મોટું પગલું માનવામાં આવે છે, કેમ કે અત્યાર સુધી અલ્ટ્રા મોડેલો ચીન સુધી લિમિટેડ હતા. કંપની જણાવે છે કે, આ નિર્ણય ગ્લોબલ માર્કેટમાં તેની હાજરીને મજબૂત બનાવવાની તેની વ્યૂહરચનાનો એક ભાગ છે. ઓપ્પો હવે પ્રીમિયમ સેગમેન્ટમાં ઇન્ટરનેશનલ લેવલે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. નજીકના ભવિષ્યમાં વધુ ડીટેલ જાહેર થવાની અપેક્ષા છે.

vtv app promotion
  • ડિઝાઇન અને કેમેરામાં મોટા ફેરફારો

Oppo Find X9 Ultraની ડિઝાઇનની ઝલક પણ જાહેર કરવામાં આવી છે. આ ફોનમાં ફ્લેટ મેટલ ફ્રેમ અને પ્રીમિયમ રીઅર ડિઝાઇન હોવાની શક્યતા છે. કેમેરા કંટ્રોલ માટે સાઈડ પર એક એડિકેટે નારંગી બટનનો ઉપયોગ કરી શકાય છે. કેમેરાની વાત કરીએ તો તેમાં હેસલબ્લેડ સાથે સહયોગથી ડેવલોપ કેમેરા સિસ્ટમ હશે. તેનાથી ફોટો અને વીડિયો ક્વોલોટીમાં સુધારો થવાની શક્યતા છે.

  • પાવરફુલ કેમેરા અને બેટરી

લીક્સ અનુસાર Find X9 Ultraમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા હોઈ શકે છે, જે શાનદાર ઝૂમ ક્ષમતાઓ આપશે. તેમાં 50MP સેકન્ડરી ટેલિફોટો સેન્સર પણ હોઈ શકે છે, જે 10x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરે છે. બેટરીની વાત કરીએ તો આ ફોન 7000mAh થી વધુ ક્ષમતા સાથે આવી શકે છે. મતલબ કે, યુઝર્સ લાંબા સમય સુધી ચાલતી બેટરી લાઇફનો આનંદ માણશે.

વધુ વાંચો : મોંધુ થશે AC! કાચા માલ અને LPG સંકટના કારણ વધશે કિંમત

Find X9s પ્રો પણ તેની શરૂઆત કરશે. Oppo Find X9 અલ્ટ્રાની સાથે ફાઇન્ડ X9s પ્રો પણ લોન્ચ કરી રહ્યું છે. આ ફોન એપ્રિલના અંત સુધીમાં ચીનમાં લોન્ચ થવાની શક્યતા છે. અહેવાલો સૂચવે છે કે તેમાં 3nm ટેકનોલોજી પર આધારિત મીડિયાટેક ડાયમેન્સિટી 9500 પ્રોસેસર હશે. આ સિવાય તેમાં 7000mAh બેટરી અને ડ્યુઅલ 200MP કેમેરા સેટઅપ હોવાની શક્યતા છે., આ ફોન પાવર અને પર્ફોર્મન્સની દ્રષ્ટિએ ઘણો મજબૂત લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Oppo Launch Find X9s Pro Find X9 Ultra

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ