ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / Only three tourists reached Nanda Devi National Park in two seasons

યાત્રા / બે સિઝનમાં માત્ર ત્રણ જ પર્યટક નંદાદેવી ઉદ્યાન પહોંચ્યા

Published By: vtvAdmin

Last Updated: 06:09 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને જાણીને આશ્વર્ય થશે કે ઉચ્ચ હિમાલયમાં સ્થિતિ વિશ્વ ધરોહર નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન (નંદા દેવી બાયોસ્ફીયર રિઝર્વ)ની મુલાકાતે ગયા વર્ષે માત્ર ત્રણ જ પર્યટક પહોંચી શક્યા છે.

ADVERTISEMENT

તેમાં પણ કોઇ ભારતીય પર્યટક નથી. હાઇકોર્ટના આદેશ બાદ બુગ્યાલોમાં કેમ્પિંગ બંધ થવાથી પાર્કમાં પર્યટકોનો અકાળ પડી ગયો છે. બીજી કસર પુરી કરી રહ્યુ છે આ ટ્રેકિંગ રુટ પર સુવિધાઓનો અભાવ. આ ટ્રેક પર પર્યટકોને પર્વતારોહણ જેવુ જોખમ ઉઠાવવું પડે છે.

એટલુંજ નહી, પર્યટકો લાતાથી માત્ર 14 કિમી અંદર ધરાસી સુધી જ જઇ શકે છે. તેનાથી આગળનું ક્ષેત્ર પ્રતિબંધિત છે. આ કારણે કોઇ પણ પર્યટક આ બાજુ આવવાનું પસંદ કરતા નથી. ચમોલી જિલ્લામાં સીમાંત બ્લોક મુખ્યાલય જોશીમઠથી માત્ર 24 કિમીના અંતરે આવેલું નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ચારેય બાજુથી નંદા દેવી પર્વતમાળાઓથી ઘેરાયેલુ છે. પાર્ક એક જુનથી 31 ઓક્ટોબર સુધી જ પર્યટકો માટે ખોલવામાં આવે છે.

આ બે મહિનામાં એક પણ પર્યટક પાર્કની મુલાકાતે પહોંચ્યા નથી. ગયા વર્ષે માત્ર ત્રણ વિદેશી પર્યટક અહીં આવ્યા હતા. પર્યટન વ્યવસાયી દિનેશ ઉનિયાલ કહે છે કે કેંપિંગ બંધ થવાથી પર્યટકોએ આ બાજુ આવવાનું જ બંધ કરી દીધું છે. જે એકલ દોકલ વ્યક્તિ પહોંચે છે તેને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટ્રેક પર પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી.

2004માં વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝર્વમાં સામેલ
વર્ષ 1982માં નંદાદેવી ક્ષેત્રના 630.33 વર્ગ કિમી ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયુ હતુ. 12 જાન્યુઆરી 1987ના રોજ નંદાદેવી રાષ્ટ્રીય પાર્ક અસ્તિત્વમાં આવ્યુ અને 1992માં તેને વિશ્વ ધરોહરના રુપમાં ઓળખ મળી હતી. વર્ષ 2004માં તેને યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝર્વથી સન્માનિત કરાયુ હતું.

નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચ્યા પર્યટક:

 2019માં કુલ 0 
2018માં કુલ 3
2017માં કુલ 11 
2016માં કુલ 56
2015માં કુલ 37
2014માં કુલ 31
2013માં કુલ 29 

સંકળાયેલા મુદ્દાઓ

Travel lifestyle નંદા દેવી યાત્રીઓ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ